Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં રૂ. 1.71 કરોડનો નાર્કોટિક્સ જથ્થો નાશ કરાયો:SOG દ્વારા પકડાયેલો 1311 કિલો માલ ભરુચમાં બાળી દેવાયો

    16 hours ago

    સાબરકાંઠા પોલીસે રૂ. 1.71 કરોડથી વધુ કિંમતનો 1311 કિલોગ્રામ નાર્કોટિક્સનો જથ્થો નાશ કર્યો છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્રના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં પકડાયેલા બિનઅધિકૃત નાર્કોટિક્સ પદાર્થોનો નાશ કરવાની ઝુંબેશ ચાલી રહી છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને SOG પીઆઈ એ.એમ. વાળાએ આપેલી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લામાંથી નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગાંજો, ચરસ, એમડી, પોશડોડા અને હાઈબ્રિડ ગાંજો જેવા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. ઉચ્ચ કક્ષાએથી મળેલા આદેશ અનુસાર, 20 જુલાઈ, 2026 ના રોજ આ જથ્થો ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી ઈનવાયરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં સુરક્ષા બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યો હતો. કંપનીના ઈન્સિનરેટર પ્લાન્ટની ચાલુ ભઠ્ઠીમાં આ સમગ્ર જથ્થાને બાળીને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. નાશ કરાયેલા જથ્થામાં નીચે મુજબની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે અને તેની કિંમત દર્શાવેલ છે: ગાંજો: 574.311 કિલોગ્રામ, કિંમત રૂ. 1,30,31,065 ચરસ: 2.748 કિલોગ્રામ, કિંમત રૂ. 1,02,435 એમડી: 154.62 કિલોગ્રામ, કિંમત રૂ. 11,61,200 પોશ ડોડા: 734.01 કિલોગ્રામ, કિંમત રૂ. 27,25,560 હાઈબ્રિડ ગાંજો: 48 ગ્રામ, કિંમત રૂ. 1,68,000
    Click here to Read More
    Previous Article
    થલતેજ CHCમાં વધુ એક સફળ સિઝરિયન ડિલિવરી:PMJAY હેઠળ માતાને મળી નિઃશુલ્ક સારવાર, અત્યાર સુધીમાં 450 નોર્મલ અને 110 સિઝરિયન ડિલિવરી સફળતાપૂર્વક કરાઈ
    Next Article
    હાઈકોર્ટે પહેલા જામીન આપ્યા, પછી ફગાવ્યા:કચ્છમાં ગેરકાનૂની રેતી ખનનની ફરિયાદ અને સરપંચ પદ જતા આરોપીઓએ સામાજિક કાર્યકરની હત્યા કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment