Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટે પહેલા જામીન આપ્યા, પછી ફગાવ્યા:કચ્છમાં ગેરકાનૂની રેતી ખનનની ફરિયાદ અને સરપંચ પદ જતા આરોપીઓએ સામાજિક કાર્યકરની હત્યા કરી હતી

    17 hours ago

    કચ્છના પ્રાગપર પોલીસ મથકે વર્ષ 2023માં કેટલાક આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. હાઈકોર્ટે અગાઉ 12 ઓગસ્ટ, 2024ના રોજ વાલજી ચાડને જામીન આપ્યા હતા. આ જામીન આદેશ સામે ગુજરાત રાજ્ય દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 15 મે,2026 અપીલનો નિકાલ કરતા આદેશ આપ્યો હતો કે અરજદારની જામીન અરજી પર હાઇકોર્ટે તમામ સંબંધિત પુરાવાઓ, ત્યાર પછીના ઘટનાક્રમો અને પક્ષકારોની રજૂઆતો ધ્યાને લઈને નવેસરથી નિર્ણય લેવો. ત્યાં સુધી હાઇકોર્ટનો તારીખ 12 ઓગસ્ટ, 2024નો જામીન આદેશ ચાલુ રહેશે. ગેરકાયદેસર રેતી ખનનની ફરિયાદ ને મર્ડર ભૂખી નદીમાં ચાલતી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિઓનો ફરિયાદીના ભાઈ અને સામાજિક કાર્યકર પૃથ્વીરાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવતો હતો. જેની ફરિયાદોના આધારે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા આરોપીઓ સાથે સંકળાયેલા લીઝ હોલ્ડર પર 85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને રોયલ્ટી બ્લોક કરવામાં આવી હતી, જેનાથી આરોપીઓને ભારે આર્થિક નુકસાન થયું હતું. સરપંચ પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા વધુમાં, રાજકીય વેરભાવના કારણે મૃતકના વિરોધને લીધે વાલજી ચાડની પુત્રી પ્રવીણાબેનને સરપંચ પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 27 ઓક્ટોબર, 2023ના રોજ હત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ, 28 ઓક્ટોબર, 2023 ના રોજ પૂનમના દિવસે મંદિર દર્શને જતા મૃતકની હત્યા કરવાનું સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું. લોડરના પૈડાં ફેરવી દઈ અત્યંત ક્રૂર રીતે હત્યા કરી હતી શંકા ન જાય તે માટે અન્ય સહ-આરોપીઓ અલગ-અલગ સ્થળે જતા રહ્યા હતા. આરોપી વિઠ્ઠલ JCB લઈને છુપો બેસી રહ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓ મૃતકની કારની રેકી કરી રહ્યા હતા. JCB વડે મૃતકની કારને ટક્કર મારીને ઉથલાવી દેવામાં આવી હતી અને કારમાંથી બહાર પડેલા મૃતક પર લોડરના પૈડાં ફેરવી દઈ અત્યંત ક્રૂર રીતે હત્યા કરવામાં આવી. તપાસ પૂર્ણ અને ચાર્જશીટ દાખલ થઈ ચૂકી અરજદાર પર ષડયંત્રમાં મુખ્ય ભાગ ભજવવાનો અને ગુનામાં વપરાયેલ લોડર તેના નામે ધરાવવાનો આરોપ છે. ઘટના બન્યા બાદ અરજદાર પોતે સ્થળ પર પહોંચ્યો હતો, જેથી મૃતક જીવિત છે કે મૃત્યુ પામ્યો છે તેની ખાતરી કરી શકાય. અરજદારના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર નિર્દોષ છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. પ્રોસિક્યુશનનો કેસ માત્ર કોલ ડેટા રેકોર્ડ પર આધારિત અરજદારની ભૂમિકા માત્ર ટ્રાફિક મુવમેન્ટ જોવા અને બાદમાં સ્થળની મુલાકાત લેવાની દર્શાવી છે. મુખ્ય આરોપી વિઠ્ઠલ જેણે લોડર મૃતક ઉપર ચલાવ્યું હતું તે અલગ છે. પ્રોસિક્યુશનનો કેસ માત્ર કોલ ડેટા રેકોર્ડ પર આધારિત છે, જે કૌટુંબિક સંબંધોના કારણે સ્વાભાવિક છે. અન્ય સહ-આરોપીઓને જામીન મળેલા હોવાથી સમાનતાના ધોરણે જામીન મળવા જોઈએ. 'અરજદારને જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડાંની શકયતા' મૂળ ફરિયાદી અને સરકારી વકીલે દલીલ કરી હતી કે, અરજદાર આ સમગ્ર ગુનાહિત ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર છે. અરજદાર ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, જેમાં હત્યા હેઠળના ગુનાનો પણ સમાવેશ થાય છે. જામીન પર મુક્ત થયા બાદ પણ આરોપી પક્ષ દ્વારા જામીનની સ્વતંત્રતાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને ફરિયાદીને ધમકાવવા, અપહરણ કરવા બદલ નવી પોલીસ ફરિયાદ વર્ષ 2026માં નોધાઇ છે. જો અરજદારને જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થવાની અને સાક્ષીઓને ધમકાવવાની પૂરતી શક્યતા છે. 'અરજદારની ભૂમિકા ગંભીર, જામીનમાં સમાનતાનો લાભ આપી શકાય નહીં' હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર પર ગંભીર આરોપો છે. ગુનામાં અરજદારની ભૂમિકા અન્ય સહ-આરોપીઓ કરતા અલગ અને ગંભીર સ્તરની છે, જેથી જામીનમાં સમાનતાનો લાભ આપી શકાય નહીં. માત્ર ચાર્જશીટ ફાઇલ થઈ જવી એ જામીન આપવા માટે પૂરતો આધાર નથી. વ્યક્તિગત સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે, પરંતુ તે અસીમિત નથી. જ્યારે સમાજનો વ્યાપક હિત અને શાંતિ જોખમાય ત્યારે જામીન આપી શકાય નહીં. અરજદારનો ગુનાહિત ભૂતકાળ છે અને જામીન મુક્તિ દરમિયાન પણ અન્ય ગુનામાં સંડોવણી, સાક્ષીઓને ધમકાવવાના આરોપોથી જામીનની શરતોનો દુરુપયોગ સ્પષ્ટ થાય છે. હાઇકોર્ટે આ આદેશના અમલ ઉપર બે અઠવાડિયા માટે સ્ટે આપ્યો ગુનાની ગંભીરતા, શિક્ષાની તીવ્રતા અને પુરાવા સાથે ચેડાં થવાની સંભાવનાને ધ્યાને રાખીને હાઇકોર્ટે અરજદારની નિયમિત જામીન અરજી રદ કરી છે. ટ્રાયલ કોર્ટને કેસની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આ આદેશ બાદ અરજદારના સિનિયર વકીલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે આ આદેશના અમલ પર સ્ટે માંગ્યો હતો.અરજદાર 12 ઓગસ્ટ, 2024થી જેલ બહાર હોવાનું ધ્યાને રાખીને, હાઇકોર્ટે આ આદેશના અમલ ઉપર બે અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં રૂ. 1.71 કરોડનો નાર્કોટિક્સ જથ્થો નાશ કરાયો:SOG દ્વારા પકડાયેલો 1311 કિલો માલ ભરુચમાં બાળી દેવાયો
    Next Article
    77-year-old Bengaluru flying school to restart after years of uncertainty

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment