Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં પત્ની સાથેના ઝઘડાનો ઉકેલ પતિ ChatGPTમાં શોધતો:AIએ પુરાવા રાખવા સલાહ આપતા પત્નીના ગુસ્સાવાળા વીડિયો ઉતાર્યાં, છૂટાછેડા સુધી વાત પહોંચી; અભયમનો સમાધાનનો પ્રયાસ

    8 hours ago

    આજના ડિજિટલ યુગમાં AIનો ઉપયોગ જીવનના અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે, પરંતુ વડોદરામાં એક દંપતીના લગ્નજીવનમાં ChatGPTની દખલગીરી વિખવાદનું કારણ બની હોવાનો અનોખો અને રોમાંચક કિસ્સો સામે આવ્યો છે. પત્ની સાથેના ઝઘડાનો ઉકેલ પતિ ChatGPT પાસે શોધતા પતિ-પત્ની વચ્ચે થતા નાના-મોટા ઝઘડાનો ઉકેલ પતિ ChatGPTમાં શોધતો હતો. એટલું જ નહીં, AIની સલાહ મુજબ દરેક વાતનો પુરાવો રાખવાની માનસિકતા કેળવ્યા બાદ પત્ની ગુસ્સામાં જે બોલે તેનું રેકોર્ડિંગ અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો હતો. આખરે પતિના માનસિક ત્રાસ અને છૂટાછેડાની વાતથી કંટાળેલી પત્નીએ 181 અભયમની મદદ માગી હતી. 'પત્નીએ ગૃહિણી તરીકે રહેવાનું પસંદ કરતા ઝઘડા થયા' 181 અભયમની ટીમ પહોંચી ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન સમાજના રીતિ રિવાજ મુજબ અને પરિવારજનોની હાજરીમાં લગ્નવિધિ કરવામાં આવી હતી. લગ્ન પહેલાં પતિની અપેક્ષા હતી કે, પત્ની નોકરી કરે, પરંતુ લગ્ન બાદ પત્નીએ ગૃહિણી તરીકે ઘરમાં જ રહેવાનું પસંદ કરતાં બંને વચ્ચે નાના-મોટા મતભેદ શરૂ થયા હતા. 'ગુસ્સામાં પત્ની બોલે તેનું રેકોર્ડિંગ-વીડિયો ઉતારતો' મહિલાના જણાવ્યા મુજબ, પતિ દરેક ઝઘડાના સમાધાન માટે ChatGPTની મદદ લેતા હતા. AI દ્વારા દરેક વાતનો પુરાવો રાખવાની સલાહ મળતી હોવાની વાત કહી પતિ ઝઘડા દરમિયાન ઉશ્કેરતા અને ગુસ્સામાં પત્ની જે બોલે તેનું રેકોર્ડિંગ તથા વીડિયો ઉતારતા હતા. ત્યારબાદ આ રેકોર્ડિંગ અને વીડિયો બતાવી પત્નીને વારંવાર હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ધીમે ધીમે ઘરેલું વિખવાદ વધતાં પતિએ છૂટાછેડાની વાત શરૂ કરી હતી. અભયમની ટીમે AIની સલાહને અંતિમ ન માની સમાધાન કરાવ્યું સમગ્ર હકીકત જાણ્યા બાદ 181 અભયમની ટીમે બંને પક્ષને સમજાવ્યું હતું કે, લગ્ન કોઈ મશીન કે AIની સલાહથી નહીં, પરંતુ એકબીજાની પસંદગી અને સમજણથી થયાં છે. જીવનસાથી વચ્ચેના પ્રશ્નોનો ઉકેલ વ્યવહારુ સમજણ, પરસ્પર વિશ્વાસ અને સંવાદથી લાવવો જોઈએ. દરેક ઘરેલું બાબતમાં AIની સલાહને અંતિમ માની સંબંધોમાં કડવાશ વધારવી યોગ્ય નથી. અંતે બંનેને એકબીજાને સમજવા અને થોડો સમય આપવા સમજાવી, ઉતાવળમાં છૂટાછેડા જેવા નિર્ણય ન લેવા કાઉન્સેલિંગ દ્વારા સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધુ મૂસેવાલાના ગીત 'ફેન્ટમ'ની રિલીઝને લઈને વિવાદ:માતા-પિતાએ કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી; મ્યુઝિક કંપનીએ સિંગરનો કરાર શેર કર્યો
    Next Article
    નાનાપોંઢામાં 15 નવેમ્બરે બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણી:151મી જન્મજયંતીના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે, તૈયારીઓની સમીક્ષા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment