Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાનાપોંઢામાં 15 નવેમ્બરે બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણી:151મી જન્મજયંતીના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે, તૈયારીઓની સમીક્ષા કરાઈ

    8 hours ago

    વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ઉજવાશે. હેલીપેડ મેદાનમાં યોજાનારા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 13થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે. કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર તથા ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલે શુક્રવારે નાનાપોંઢા હેલીપેડ મેદાનની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર ચાલી રહેલી તૈયારીઓ જોઈ અને અધિકારીઓ સાથે બેઠક કરી. બેઠકમાં કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણા સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા. નરેશ પટેલે બેઠક, વાહનવ્યવહાર, પાર્કિંગ, વાજિંત્રો, બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ અને લાભાર્થીઓને મળનારી સહાયની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ભોજન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમના જીવંત પ્રસારણની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. તમામ વ્યવસ્થાઓ સમયસર પૂરી કરવા મંત્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકીએ કાર્યક્રમ, વિવિધ પ્રવૃત્તિઓ અને અત્યાર સુધીની તૈયારીઓની વિગતો રજૂ કરી હતી. જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે નાનાપોંઢા સહિત સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં પત્ની સાથેના ઝઘડાનો ઉકેલ પતિ ChatGPTમાં શોધતો:AIએ પુરાવા રાખવા સલાહ આપતા પત્નીના ગુસ્સાવાળા વીડિયો ઉતાર્યાં, છૂટાછેડા સુધી વાત પહોંચી; અભયમનો સમાધાનનો પ્રયાસ
    Next Article
    IOC "Disappointed" By IOA Elections, Calls Situation "Extremely Regrettable"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment