Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં CGST દરોડા સમયે અધિકારીઓ-વેપારીઓ વચ્ચે ઘર્ષણ:ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સની 400થી વધુ દુકાનો ધડાધડ બંધ

    1 day ago

    રાજકોટના વેપારી મથક સમાન સાંગણવા ચોક વિસ્તારમાં CGST વિભાગની ટીમે 10 જેટલી દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન CGSTના અધિકારીઓ અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. બાદમાં ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સની 400થી વધુ દુકાનો એક પછી એક ધડાધડ બંધ થઈ ગઈ હતી. રાજકોટના સાંગણવા ચોક પાસે ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સની 400થી વધુ દુકાનમાં આવેલી છે. લગભગ 40 વર્ષ જૂની આ બજાર છે, જ્યાં આજે (17 ઓક્ટોબર) બપોરે નવરાત્રિ દરમિયાન સેન્ટ્રલ જીએસટી દ્વારા રેડ પાડવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી. અહીંના સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર તેમજ લાઇટિંગ પ્લાઝા સહિતની 10 જેટલી દુકાનોમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવતા હડકંપ મચી ગયો હતો. વેપારીઓ દ્વારા આ રેડના પગલે એક પછી એક દુકાનો બંધ કરવા માંડ્યાં હતાં, જેને લીધે આખી બજાર સૂમસામ જોવા મળી રહી હતી. લાઇટિંગ પ્લાઝા નામની દુકાનના વેપારી ફકરુદ્દીન વોરાએ જણાવ્યું કે, આ વેપારીઓનો અવાજ છે અને વેપારીઓની તકલીફ છે, કોઈનો પર્સનલ પ્રશ્ન નથી. સમગ્ર એસોસિએશન, વેપારી સંઘ અને મહાજન એક સાથે છે. સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ વેપારીઓને લૂંટવાનું કામ કરે છે. જેથી સરકાર સુધી આ વાત પહોંચે અને તેમના દ્વારા ત્વરિત પગલા લેવામાં આવે. કારણ કે દિવાળીમાં નાના વેપારીઓ ધંધો કરતા હોય છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં 4 રીંગ રોડ અધૂરા, ટ્રાફિક સમસ્યા યથાવત:શહેર મહાનગર બન્યું છતાં ટ્રાફિકમુક્ત નથી, ચોમાસામાં 80% વિસ્તાર પાણીમાં ગરકાવ થાય છે અને મેયરે વાયદો આપ્યો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં નવરાત્રિ પર્વની ઉજવણી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ પરંપરાગત શેરી ગરબામાં ઉત્સાહભેર લીધો ભાગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment