Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 4 રીંગ રોડ અધૂરા, ટ્રાફિક સમસ્યા યથાવત:શહેર મહાનગર બન્યું છતાં ટ્રાફિકમુક્ત નથી, ચોમાસામાં 80% વિસ્તાર પાણીમાં ગરકાવ થાય છે અને મેયરે વાયદો આપ્યો

    1 day ago

    નવસારી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, પરંતુ ટ્રાફિકજામની જૂની સમસ્યામાંથી હજુ સુધી નાગરિકોને મુક્તિ મળી નથી. શહેરમાં વાહનોનું ભારણ સતત વધતા ટ્રાફિકને શહેર બહારથી જ ડાયવર્ટ કરવા માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 4 રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાના ખર્ચે શરૂ થયેલા આ પ્રોજેક્ટ્સ વર્ષોથી અધૂરા લટકી રહ્યા છે. આયોજન એવું હતું કે ભારે વાહનો શહેરના આંતરિક રસ્તાઓ પર પ્રવેશ્યા વિના બહારથી જ નીકળી જાય, પરંતુ કામ સમયસર પૂરું ન થવાને કારણે વાહનો ફરીથી સાંકડા રસ્તાઓ પર જ દબાણ વધારી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં રિંગ રોડનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે તે સંપૂર્ણપણે બિનઉપયોગી સાબિત થાય છે. આ સ્થિતિને લઈને વિપક્ષ દ્વારા તંત્ર પર દબાણો ન હટાવવા અને ખેડૂતોને વળતર ન ચૂકવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રોજેક્ટ વિલંબના મુખ્ય કારણો અને સમસ્યાઓ દબાણો અને વળતરનો પ્રશ્ન: રસ્તાના નિર્માણમાં રેસિડેન્શિયલ દબાણો અને ખેડૂતોને સમયસર વળતર ન મળવાને કારણે કામગીરી અટકી છે. ચોમાસામાં અવરોધ: ચોમાસા દરમિયાન 80 ટકા રિંગ રોડ વિસ્તાર પાણીમાં ડૂબી જવાથી વાહનવ્યવહાર ઠપ થઈ જાય છે. આંતરિક રસ્તાઓ પર ભારણ: રિંગ રોડ સમયસર પૂરા ન થતાં ભારે વાહનો શહેરના સાંકડા માર્ગો પરથી પસાર થવાની મજબૂરી યથાવત છે. તંત્રની સ્પષ્ટતા: ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવાનો દાવો અધૂરા કામો અને ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાએ જણાવ્યું હતું કે, નવસારીનો જે અડધો રિંગ રોડ બન્યો છે, તેમાં આપણી જમીનમાં થોડા રેસિડેન્શિયલ દબાણો છે. હવે ચોમાસું પૂરું થઈ ગયું હોવાથી ટૂંક સમયમાં માર્કિંગ કરીને દબાણો હટાવીને તે રિંગ રોડ પૂરો કરવામાં આવશે. ટાટા સ્કૂલથી પ્રકાશ ચોકી સુધીનો જે ઓવરબ્રિજ રેલવે તરફ પૂર્વ વિભાગમાં જોડાય છે, તેનું કામ પૂરું થતાં જ સ્ટેશન તરફ જતો આખો રોડ આ ચોમાસા પહેલાં પૂર્ણ કરવાની આપણી ગણતરી છે. નવી ટીપી સ્કીમો અમલમાં આવતા જ રસ્તાઓ વધુ પહોળા થશે અને ભવિષ્યમાં કોઈ અડચણ ન આવે તે રીતે નવા રિંગ રોડનું આયોજન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ‘મેં ભી રક્તદાતા, હર ઘર રક્તદાતા’ સંદેશ સાથે બાઈકરેલી:જિ.પંચાયત પ્રમુખ હેતલ પટેલ સહિતના મહાનુભાવોએ કલેક્ટર કચેરીથી પ્રસ્થાન કરાવ્યું
    Next Article
    રાજકોટમાં CGST દરોડા સમયે અધિકારીઓ-વેપારીઓ વચ્ચે ઘર્ષણ:ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સની 400થી વધુ દુકાનો ધડાધડ બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment