Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ‘મેં ભી રક્તદાતા, હર ઘર રક્તદાતા’ સંદેશ સાથે બાઈકરેલી:જિ.પંચાયત પ્રમુખ હેતલ પટેલ સહિતના મહાનુભાવોએ કલેક્ટર કચેરીથી પ્રસ્થાન કરાવ્યું

    1 day ago

    વલસાડમાં ‘મેં ભી રક્તદાતા, હર ઘર રક્તદાતા’ના સંદેશ સાથે બાઈક રેલી યોજાઈ. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્યો રમણલાલ પાટકર, ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાન અને પદ્મશ્રી ડો. યઝદી ઇટાલિયા સહિતના મહાનુભાવોએ કલેક્ટર કચેરીથી તેને લીલીઝંડી આપી. રેલીનો હેતુ રક્તની અછત દૂર કરી સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. રેલી દરમિયાન 100 ટકા સ્વૈચ્છિક રક્તદાન, માર્ગ સલામતી, થેલેસેમિયા, સિકલ સેલ રોગ નિવારણ, એનિમિયા અને કેન્સર નિવારણ જેવા મુદ્દાઓ પર લોકોને જાગૃત કરાયા. ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ બ્લડ બેન્કના પ્રમુખ ડો. મનીષ વિડજાએ જણાવ્યું કે, ભારત સરકારની ઈ-રક્તકોષ એપ્લિકેશનથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી શકે છે. તેમણે દરેક ઘરમાંથી એક વ્યક્તિને રક્તદાન માટે આગળ આવવા અપીલ કરી. આ રેલી 1 ઓક્ટોબરે સાબરમતી આશ્રમથી શરૂ થઈ 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે પૂર્ણ થશે. 31 દિવસમાં ગુજરાતના 34 જિલ્લાઓમાં 5,000 કિમીથી વધુનું અંતર કાપી રક્તદાનનો સંદેશ પહોંચાડવાનું આયોજન છે.
    Click here to Read More
    Previous Article
    અભિજીત દીપકેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા:CJPની લીગલ ટીમ મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચી; સવારે નેહા બોરા મુક્ત થઈ
    Next Article
    નવસારીમાં 4 રીંગ રોડ અધૂરા, ટ્રાફિક સમસ્યા યથાવત:શહેર મહાનગર બન્યું છતાં ટ્રાફિકમુક્ત નથી, ચોમાસામાં 80% વિસ્તાર પાણીમાં ગરકાવ થાય છે અને મેયરે વાયદો આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment