Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સેમેસ્ટરમાં CGPA વધારી દઈશ':વડોદરામાં વિદ્યાર્થિની પાસે શરીરસુખની માંગણી કરતો ભેજાબાજ ઝડપાયો, એક્ઝામ વિભાગના નામે જાળ બિછાવી

    15 hours ago

    વડોદરા શહેરની જાણીતી ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીને પરીક્ષામાં માર્ક્સ અને CGPA વધારી આપવાની લાલચ આપી જાતીય શોષણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આરોપીએ પોતે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના એડમિન બ્લોકમાં ફરજ બજાવતો હોવાની ખોટી ઓળખ આપી વિદ્યાર્થિનીનો સંપર્ક સાધ્યો હતો અને તેની પાસે શારીરિક સંબંધ બાંધવાની બિભત્સ માંગણી કરી હતી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના સમયમાં આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુનિવર્સિટીના એક્ઝામ સ્ટાફની ખોટી ઓળખ આપી સંપર્ક કર્યો મૂળ મુંબઈની વતની અને હાલ વડોદરા સ્થિત હોસ્ટેલમાં રહીને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીનો એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવતીનો મોબાઈલ નંબર મેળવી તેના વિશે અંગત માહિતી એકત્ર કરનાર શખ્સે પોતે યુનિવર્સિટીના એક્ઝામ વિભાગના એડમિન બ્લોકમાં નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે વિદ્યાર્થિનીને વિશ્વાસમાં લઈ આગામી ચોથા સેમેસ્ટરમાં તેનો સીજીપીએ (CGPA) 8થી 9 સુધી વધારી આપવાની લાલચ આપી હતી. એકાંતમાં લઈ જઈ નશો કરાવી સંબંધ બાંધવાનો કારસો તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી રાકેશ સતિષભાઈ ચૌહાણે CGPA વધારવાના બદલામાં યુવતી સમક્ષ શારીરિક સંબંધ બાંધવાની માંગણી મૂકી હતી. આરોપીએ યુવતીને કોઈ એકાંત સ્થળે લઈ જઈ નશીલો પદાર્થ પીવડાવીને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિજનો સાથે ચર્ચા કરી ફરિયાદ નોંધાવી આ ચોંકાવનારી ઘટના બન્યા બાદ યુવતી તાત્કાલિક પોલીસ મથકે પહોંચી શકી નહોતી, કારણ કે નજીકના દિવસોમાં તેની સેમેસ્ટર પરીક્ષાઓ હોવાથી તે તૈયારીઓમાં વ્યસ્ત હતી. ઉપરાંત, સમગ્ર મામલે માતા સાથે રૂબરૂ વાતચીત કરવી જરૂરી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ યુવતીએ પોતાની માતા અને વિશ્વાસુ મિત્રો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. પરિવારે હિંમત આપતાં યુવતીએ પોલીસ મથકે પહોંચી આપવીતી વર્ણવી હતી, જેના આધારે પોલીસે આરોપી રાકેશ ચૌહાણ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે.
    Click here to Read More
    Previous Article
    લોન અપાવવાના બહાને 28.77 લાખની છેતરપિંડી:બજાજ ફિનસર્વના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પ્રોસેસિંગ, સર્વિસ ચાર્જ અને GSTના નામે પૈસા પડાવ્યા
    Next Article
    9 ઓવર પછી અંતે ટીમ ઈન્ડિયાને સફળતા મળી:કુલદીપે વિન્ડીઝને ચોથો ઝટકો આપ્યો, રૂધરફોર્ડને આઉટ કર્યો; હોપ સાથેની 120 રનની ભાગીદારી તૂટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment