Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોન અપાવવાના બહાને 28.77 લાખની છેતરપિંડી:બજાજ ફિનસર્વના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પ્રોસેસિંગ, સર્વિસ ચાર્જ અને GSTના નામે પૈસા પડાવ્યા

    14 hours ago

    દીકરીના લગ્ન ધામધૂમથી કરવા માટે માત્ર 5 લાખની પર્સનલ લોન મેળવવાની આશામાં વડોદરાના એક નિર્દોષ કર્મચારી સાયબર ગઠિયાઓની ચુંગાલમાં ફસાયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણીતી ફાઇનાન્સ કંપની 'બજાજ ફિનસર્વ'ના સિનિયર અધિકારી તરીકે ઓળખ આપી ભેજાબાજોએ પ્રોસેસિંગ ફી, સર્વિસ ચાર્જ, NOC અને GST જેવાં વિવિધ બહાનાં હેઠળ ફરિયાદી પાસેથી કટકે-કટકે અધધધ ₹28.77 લાખ પડાવી લીધા હતા. છેવટે લોન ન મળતાં ઠગાઈનો અહેસાસ થતાં ભોગ બનનારે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક સાધ્યો છે. 4% વ્યાજદરે લોન આપવાની લાલચ આપી જાળ બિછાવી તરસાલી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય આધેડ પોર ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં છેલ્લા 21 વર્ષથી ડિસ્પેચ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. દીકરીના લગ્નનું આયોજન હોવાથી તેમને ₹5 લાખની લોનની તાતી જરૂરિયાત હતી. આ દરમિયાન ગત 5 ઓગસ્ટ, 2026ના રોજ તેમના મોબાઇલ પર રાજ ગોપાલ કુંડુ નામના અજાણ્યા શખ્સનો કોલ આવ્યો હતો. તેણે પોતે બજાજ ફિનસર્વનો સિનિયર ઓફિસર હોવાનું જણાવી વાર્ષિક માત્ર 4 ટકાના રાહત દરે 6 વર્ષની મુદત માટે ₹5 લાખની લોન મંજૂર કરાવી આપવાની લાલચ આપી હતી. પ્રોસેસિંગ ફીથી શરૂ કરી GSTના નામે લાખો પડાવ્યા શરૂઆતમાં લોન પ્રોસેસિંગ ચાર્જ પેટે ₹1950 માગવામાં આવતાં ફરિયાદીએ ઓનલાઇન ચૂકવી દીધા હતા. ત્યારબાદ સર્વિસ ચાર્જના નામે બે વખત 12,440 ટ્રાન્સફર કરાવ્યા હતા. વિશ્વાસ કેળવ્યા બાદ NOC પેટે ₹24,650 અને લોન પાસ થઈ ગઈ હોવાનું જણાવી GST પેટે ₹42,500 પડાવી લીધા હતા. અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા જમા કરાવ્યા બાદ પણ આરોપીઓએ વારંવાર નવા ચાર્જીસના નામે પૈસાની ઉઘરાણી ચાલુ રાખી હતી. બનાવટી રસીદો મોકલી વિશ્વાસ જીત્યો, 2 મહિનામાં ₹28.77 લાખ પડાવ્યા વારંવાર પૈસાની માગણી થતાં ફરિયાદીને શંકા ગઈ હતી, જેથી તેમણે કથિત મેનેજર આકાશ વર્મા સાથે વાત કરી હતી. તેણે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ જશે એવી ખાતરી આપીને ભોગ બનનારનો ભરોસો જાળવી રાખ્યો હતો. આરોપીઓએ વોટ્સએપ પર કંપનીના ઓળખપત્રો તેમજ પૈસા જમા થયાની બનાવટી સ્લિપો મોકલી હતી. 5 ઓગસ્ટથી 2 ઓક્ટોબર, 2026 દરમિયાન ફરિયાદી પાસેથી વિવિધ ખાતાઓમાં કુલ ₹28,77,659 પડાવી લેવાયા હતા. સાયબર સેલ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ, તપાસ તેજ લાંબો સમય વીતવા છતાં એકાઉન્ટમાં લોનની રકમ જમા ન થતાં અને ગઠિયાઓ તરફથી વધુ પૈસાની માંગણી ચાલુ રહેતાં અંતે ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કર્યો હતો. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે રાજ ગોપાલ કુંડુ, આકાશ વર્મા તેમજ નાણાં મેળવનારા બેંક ખાતાધારકો સામે ગુનો નોંધી, વોટ્સએપ ચેટ્સ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    10 ઓક્ટોબરનું અંકફળ:અંક 6ના લોકોને પ્રેમમાં નિરાશા મળી શકે છે, અંક 9ના જાતકો માટે સફળતાનો તબક્કો રહેશે
    Next Article
    'સેમેસ્ટરમાં CGPA વધારી દઈશ':વડોદરામાં વિદ્યાર્થિની પાસે શરીરસુખની માંગણી કરતો ભેજાબાજ ઝડપાયો, એક્ઝામ વિભાગના નામે જાળ બિછાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment