Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 ઓક્ટોબરનું અંકફળ:અંક 6ના લોકોને પ્રેમમાં નિરાશા મળી શકે છે, અંક 9ના જાતકો માટે સફળતાનો તબક્કો રહેશે

    12 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો મનીષ શર્મા પાસેથી… ભાગ્ય અને પિતાનો સહયોગ મળશે. કોઈ મોટા કાર્યના પૂર્ણ થવાથી પ્રસન્નતા રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે અને અણગમતા કાર્યને દૂર કરવામાં સફળ રહેશો. કોર્ટ-કચેરીના વિવાદોમાં પક્ષ મજબૂત થશે અને અડચણોને પાર કરવામાં સફળ રહેશો. પ્રવાસ પર જવું કોઈ મોટા લાભ તરફ સંકેત કરે છે. બપોર અને સાંજનો સમય પણ દરેક રીતે અનુકૂળ રહેશે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થશે. કરિયર: પ્રમોશનની તકો સાથે નવા અવસરો પ્રાપ્ત થશે. રોકાણ લાભદાયી રહેશે. લવ: પ્રેમી પંખીડાઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: દિવસ દરમિયાન ઉર્જા અને ઉત્સાહ જળવાઈ રહેશે, મન પ્રસન્ન રહેશે. લકી નંબર: 3-5-7 લકી કલર: સફેદ શું કરવું: શ્રી દુર્ગાજીના દર્શન કરવા. સવારના સમયે તણાવ રહેશે અને ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. સંતાન સાથે વિવાદ થઈ શકે છે. વાહનથી પણ મુશ્કેલીઓ આવી શકે છે. બપોર પછી અનુકૂળ સમય બનવા લાગશે. પ્રભાવમાં વધારો થશે અને મહત્વપૂર્ણ કાર્યો સંપન્ન થશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. સંતાનની સિદ્ધિથી પ્રસન્નતા પ્રાપ્ત થશે. ધન પ્રાપ્ત થશે અને સામાજિક મોભો પણ વધશે. વિદેશ જનારાઓને સફળતા મળશે. મન પ્રસન્ન રહેશે. કરિયર: બેરોજગારો માટે રોજગારી ઉપલબ્ધ થશે અને કારોબારીઓનો નફો વધશે. લવ: વૈવાહિક જીવનમાં અનુકૂળતા જળવાઈ રહેશે. પ્રણય સંબંધોમાં નિષ્ફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય: સવારના સમયે માનસિક તણાવ અને થાક રહી શકે છે, બપોર પછી રાહત મળશે. લકી નંબર: 2-3-8 લકી કલર: લાલ શું કરવું: હનુમાનજી સામે ઘીનો દીવો કરવો. સવારના સમયે અગાઉના દિવસોમાં થયેલું નુકસાન નફામાં બદલાશે. મન પ્રસન્ન રહેશે. અચાનક ધન લાભના યોગ બનશે. દિવસના મધ્યમાં કેટલીક પરેશાની પણ આવી શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. નવા વિવાદો જન્મ લઈ શકે છે. અસ્થિરતા જળવાઈ રહેશે. સાંજથી ફરી પરિસ્થિતિઓ સાનુકૂળ બનશે. મુસાફરીનો યોગ છે. સમય શાનદાર રહેશે. ફરવા-મનોરંજનમાં સમય પસાર થશે. પરિવારનો સાથ પ્રાપ્ત થશે. કરિયર: કારોબારમાં પ્રગતિ થશે અને નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ: પ્રેમી પંખીડાઓ વચ્ચેનો વિવાદ સમાપ્ત થશે અને વૈવાહિક જીવન વ્યવસ્થિત રહેશે. સ્વાસ્થ્ય: બપોરના સમયે હળવી અસ્વસ્થતા કે માથાનો દુખાવો રહી શકે છે. લકી નંબર: 3-7-9 લકી કલર: ગુલાબી શું કરવું: ગણેશજીને પુષ્પ, નાળિયેર અર્પણ કરવા અને દીવો કરવો. સવારના સમયે સંઘર્ષ પછી કાર્યો બનશે અને નજીક પહોંચીને નિષ્ફળતા મળવાના અવસરો વધશે. વિરોધીઓ પણ માથું ઊંચકવાનો પ્રયાસ કરશે. બપોરનો સમય તણાવમાં વિતશે. પરિવારમાં વિરોધ થઈ શકે છે. આવકની કમી રહેશે અને પરેશાન કરનારા લોકો વધુ રહેશે. સાંજનો સમય સારો રહેશે. સહયોગ કરનારા લોકો મળશે અને પ્રયાસોને સફળતા મળશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. સંતાન તરફથી સુખ મળશે. કામમાં સાતત્ય રહેશે. કરિયર: વેપારમાં ઉધાર લેવડ-દેવડ ન કરવી. ગ્રાહક સાથે વિવાદ થઈ શકે છે. નોકરીમાં અડચણ આવી શકે છે. લવ: જીવનસાથી તરફથી સુખ મળશે. નવા મિત્રો પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય: દિવસના પહેલા ભાગમાં શારીરિક અને માનસિક થાક વધુ અનુભવાશે. લકી નંબર: 1-3-8 લકી કલર: વાદળી શું કરવું: કાર્તિકેય ભગવાનની પૂજા કરવી અને ચોખાનું દાન કરવું. આરંભ મજબૂત રહેશે. કામ સમયસર થશે અને કોઈ મોટું કાર્ય સિદ્ધ થઈ શકે છે. આવક બહેતર રહેશે અને સહયોગ પણ પ્રાપ્ત થશે. બપોરે કેટલાક છુપા શત્રુઓ સક્રિય થઈ શકે છે, તેમની સાથે નિપટવું પડકારજનક રહેશે. ખર્ચ વધી જશે અને આવકમાં અડચણ ઊભી થઈ શકે છે. સાંજથી પરિસ્થિતિઓ સાનુકૂળ બની જશે. આવક ઉત્તમ રહેશે અને વરિષ્ઠોનો સહયોગ પ્રાપ્ત થશે. વિરોધીઓના સૂર ધીમા પડશે. મુસાફરીથી લાભ પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં લક્ષ્યની પ્રાપ્તિ થશે. લવ: પ્રેમી પંખીડાઓનું વર્તન અધીરું હોઈ શકે છે. વૈવાહિક જીવનમાં શાંતિ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: બપોરના સમયે માનસિક ચિંતા કે તણાવ વધી શકે છે, સાંજ પછી તાજગી અનુભવાશે. લકી નંબર: 2-3-9 લકી કલર: વાદળી શું કરવું: સફેદ ચંદનનું દાન કરવું. સવારના સમયે લાભની સ્થિતિ બનેલી રહેશે. નવા સંપર્કો બનશે. કામનું દબાણ રહેશે. ભાગ્યનો સાથ મળશે, પરંતુ થોડી કમી અનુભવાશે. શત્રુઓનો ભય બનેલો રહેશે. દિવસના મધ્યમાં સ્થિતિ મજબૂત થઈ જશે. આવકની પ્રાપ્તિ સાથે અટકેલા ધનની પ્રાપ્તિ થઈ શકે છે. સાંજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવક ઓછી થશે. જોખમી કાર્યોથી દૂર રહેવું અને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. કરિયર: વેપારમાં ઘણા કાર્યો અટકી શકે છે. નોકરીમાં શિસ્ત ભંગ થઈ શકે છે. લવ: દાંપત્ય જીવનમાં સુખ રહેશે અને પ્રેમમાં નિરાશા મળી શકે છે. સ્વાસ્થ્ય: સાંજના સમયે શારીરિક અસ્વસ્થતા કે વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી. લકી નંબર: 3-6-8 લકી કલર: કથ્થઈ શું કરવું: મંદિરમાં ફળનું દાન કરવું. કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આવક સારી રહેશે અને પ્રસન્નતા પણ જળવાઈ રહેશે. કોઈ અટકેલું કામ થઈ શકે છે. નવું કામ પ્રાપ્ત થઈ શકે છે. મુસાફરીઓ સુખદ રહેશે. વિરોધીઓને શાંત રાખવામાં સફળ રહેશો. સાંજે મોટી સફળતા પ્રાપ્ત થવાનો યોગ છે. સંતાનનું સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે અને કોર્ટ-કચેરીના મામલાઓમાં સફળતા પ્રાપ્ત થશે. ભૌતિક સુખ-સુવિધાની પ્રાપ્તિ થશે. કરિયર: નોકરીમાં સાધન-સંપત્તિ ઉપલબ્ધ થશે અને વેપારમાં પ્રગતિનો યોગ છે. લવ: પ્રેમમાં મર્યાદાઓનું ધ્યાન રાખવું અને વૈવાહિક જીવનમાં સકારાત્મકતા રહેશે. સ્વાસ્થ્ય: દિવસ દરમિયાન શારીરિક અને માનસિક ઊર્જા ઉત્તમ જળવાઈ રહેશે. લકી નંબર: 3-4-9 લકી કલર: મરૂન શું કરવું: ક્ષમતા અનુસાર અન્નનું દાન કરવું. સવારે અસમંજસની સ્થિતિ રહેશે. અનાવશ્યક ખર્ચ અને તણાવ વધશે. બિનજરૂરી કાર્યોમાં સમય વેડફાશે. કામમાં અડચણો આવશે અને વાહનથી કષ્ટ થઈ શકે છે. બપોર પછી વ્યવસ્થા પુનઃ સુચારૂ થઈ જશે. મિત્રોનો સાથ મળશે અને આવકમાં વધારો થશે. કાર્યક્ષેત્ર પણ વધશે. પરિવાર પણ અનુકૂળ રહેશે. સાંજનો સમય પણ દરેક રીતે સાનુકૂળ રહેશે. સહયોગ પ્રાપ્ત થશે અને યોજનાઓ સફળ થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. કરિયર: વેપાર અને ઉદ્યોગ સંચાલકોને લાભ થશે અને નોકરીમાં જવાબદારી વધશે. લવ: પ્રણય સંબંધોમાં કડવાશ સમાપ્ત થશે અને વૈવાહિક જીવનમાં તણાવ દૂર થશે. સ્વાસ્થ્ય: સવારના સમયે માથાનો દુખાવો કે શારીરિક થાક અનુભવાઈ શકે છે. લકી નંબર: 3-5-7 લકી કલર: કેસરી શું કરવું: પીળા અથવા નારંગી રંગના વસ્ત્રો ધારણ કરવા. સફળતાનો તબક્કો રહેશે. નાણાંની આવક સરળ બનશે. મહત્વપૂર્ણ સફળતા અપાવનારો દિવસ રહેશે. પોતાના ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવવામાં સફળ રહેશો. રાજકીય ક્ષેત્રના લોકોને મોટું પદ મળી શકે છે. બપોરે સતર્ક રહેવાનો સમય રહેશે. નાણાકીય નુકસાન સાથે અસહયોગ પ્રાપ્ત થશે. અચાનક યાત્રા પણ કરવી પડી શકે છે. વિવાદ થવાની સંભાવના છે. સાંજે સમય અનુકૂળ રહેશે. નવા મિત્રો પ્રાપ્ત થશે અને સુવિધાના સાધનો ઉપલબ્ધ થશે. કરિયર: વેપાર અડધા દિવસ પછી શ્રેષ્ઠ થઈ જશે અને નોકરી તથા અન્ય સ્ત્રોતોમાંથી પણ આવકના સાધનો બનશે. લવ: પ્રણય સંબંધોમાં મન મુજબ નહીં થઈ શકે. જીવનસાથી તરફથી સુખ મળશે. સ્વાસ્થ્ય: બપોરના સમયે માનસિક ચિંતા કે થાક અનુભવાઈ શકે છે, બાકીનો દિવસ આરામદાયક રહેશે. લકી નંબર: 1-3-6 લકી કલર: લીલો શું કરવું: ગાયને લીલો ચારો ખવડાવવો.
    Click here to Read More
    Previous Article
    શનિવારનું રાશિફળ:મિથુન રાશિના લોકો માટે ગ્રહની સ્થિતિ અનુકૂળ બની રહી છે, મીન રાશિના નોકરીયાત વ્યક્તિઓ માટે રેડ સિગ્નલ
    Next Article
    લોન અપાવવાના બહાને 28.77 લાખની છેતરપિંડી:બજાજ ફિનસર્વના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પ્રોસેસિંગ, સર્વિસ ચાર્જ અને GSTના નામે પૈસા પડાવ્યા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment