Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CG રોડ પર ઓન સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગનો પ્રારંભ:પાર્કિંગમાં કાર ઉભી રાખતા જ લોક થઈ જશે, સમય મુજબ ઓનલાઈન પેમેન્ટ કરશો પછી જ અનલોક થશે

    9 hours ago

    અમદાવાદના સીજી રોડ પર ઓન સ્ટ્રીટ સ્માર્ટ પાર્કિંગનો પ્રારંભ કરવામાં આવ્યો. સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધી આ સુવિધા અંતર્ગત 200 કાર પાર્ક થઈ શકશે. પાર્કિંગમાં કાર પાર્ક કરતા જ આપમેળે બેરિયર ઉપર આવી જશે અને કાર લોક થઈ જશે. વાહનચાલકે જ્યારે પોતાનું વાહન લઈને જવું હશે ત્યારે બેરિયર પર લાગેલા ક્યુઆર કોડને સ્કેન કરતા સમય મુજબ ચાર્જની ગણતરી થશે. જેની ઓનલાઈન ચૂકવણી કરતા જ બેરિયર આપોઆપ નીચે જશે અને વાહન અનલોક થઈ જશે. સીજી રોડ પર 280 કાર માટે ઓન-સ્ટ્રીટ સ્માર્ટ પાર્કિંગનો પ્રારંભ શહેરમાં પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે CG રોડ પર સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધીના વિસ્તારમાં 280 ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમમાં નાગરિકો નિર્ધારિત પાર્કિંગ સ્લોટમાં ફોર-વ્હીલર પાર્ક કરશે ત્યારે સેન્સર આધારિત ઓટોમેટેડ ફ્લેપ બેરિયર આપમેળે ઉપર આવી વાહનને લોક કરશે. વાહન પરત લેતી વખતે પાર્કિંગનો સમય આપમેળે ગણવામાં આવશે. ત્યારબાદ QR કોડ સ્કેન કરીને UPI અથવા અન્ય ડિજિટલ માધ્યમથી પાર્કિંગ ફી ચૂકવ્યા બાદ ફ્લેપ બેરિયર આપમેળે અનલોક થશે અને વાહન સરળતાથી બહાર લઈ જઈ શકાશે. સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમમાં કોઈપણ પ્રકારની રોકડ રકમ સ્વીકારવામાં આવશે નહીં. જો કોઈ અનધિકૃત વ્યક્તિ દ્વારા પાર્કિંગના નામે રોકડની માગણી કરવામાં આવે તો નાગરિકોએ કોઈપણ પ્રકારની રોકડ રકમ આપવી નહીં અને તાત્કાલિક હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો ફક્ત ફોર વ્હિલ જ પાર્ક કરી શકાશે, ટુ વ્હિલર પાર્ક નહીં કરી શકાય AMC દ્વારા મંજૂર કરાયેલી એજન્સીના અધિકૃત કર્મચારીઓ પાસે ઓળખકાર્ડ રહેશે. તેમની ઓળખ માટે તેઓ AMCના લોગોવાળું પીળા રંગનું ટી-શર્ટ પહેરેલા હશે. આ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સુવિધા માત્ર ફોર-વ્હીલર વાહનો માટે ઉપલબ્ધ રહેશે. જ્યાં સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે ત્યાં ટુ-વ્હીલર વાહનો પાર્ક નહીં કરવા માટેની AMC દ્વારા નાગરિકોને સૂચના આપવામાં આવી છે. નિયત સ્માર્ટ પાર્કિંગ સ્લોટ સિવાયની જગ્યાએ અથવા નો-પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક કરનાર સામે વ્હીલ-લોક સહિતના નિયમો મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ અને વ્યવસ્થિત બને તે માટે AMC દ્વારા નાગરિકોને આ આધુનિક પાર્કિંગ સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા અને કોર્પોરેશનને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ અધિકારી દ્વારા રોડ પર આવેલા વ્યાવસાયિક એકમોની બિલ્ડિંગના પ્રિમાઇસિસમાં પ્રવેશ કરતા સભ્યો તેમજ તેમના આગંતુકો અને ગ્રાહકોનાં વાહનો રસ્તા પરની સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમમાં યોગ્ય રીતે પાર્ક થાય તે માટે જરૂરી જણાય તો વ્યક્તિની નિમણૂક કરવા અંગેની નોટિસ પણ આપવામાં આવી રહી છે, જેથી લોકોમાં જાગૃતિ આવે અને વાહનો યોગ્ય રીતે પાર્ક થાય. સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ અંગે કોઈ મુશ્કેલી કે સમસ્યા સર્જાય અથવા અનધિકૃત રીતે રોકડ રકમની માગણી કરવામાં આવે તો નાગરિકો AMCની હેલ્પલાઇન નંબર +91 70410 401 11 પર સંપર્ક કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં રી-ડેવલપમેન્ટના નામે રહીશોની છત છીનવાઈ:કલેક્ટર કચેરીએ ભેસ્તાન આવાસના રહીશોનો હોબાળો, ઉગ્ર આંદોલનનું અલ્ટીમેટમ, કહ્યું- બે વર્ષનો વાયદો કરી 5 વર્ષ રઝળાવ્યા
    Next Article
    POSH-POCSO કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો:ભરૂચની સત્યમ કોલેજમાં શિક્ષક દિન નિમિત્તે મહિલા-બાળકોને માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment