Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    POSH-POCSO કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો:ભરૂચની સત્યમ કોલેજમાં શિક્ષક દિન નિમિત્તે મહિલા-બાળકોને માર્ગદર્શન

    8 hours ago

    ભરૂચની સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષક દિન નિમિત્તે POSH અને POCSO કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલા શિક્ષકો અને બી.એડ. તાલીમાર્થીઓને બાળકો અને મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA) ના પૂર્ણકાલિન સચિવ પ્રિયદર્શની પી. મોકાશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા અને સબ્જેક્ટ એક્સપર્ટ માર્ગી જોશીએ બાળકો અને મહિલાઓની સુરક્ષાના કાયદાકીય પાસાંઓની સરળ ભાષામાં સમજૂતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળકોને પોલીસના નામે ડરાવવા જોઈએ નહીં, કારણ કે પોલીસ સમાજની રક્ષક છે. POCSO કાયદા હેઠળ તપાસ દરમિયાન બાળ-સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. કાર્યક્રમમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે શાળા, કોલેજ કે કાર્યસ્થળે બનતી અનિચ્છનીય ઘટનાઓ કે ફરિયાદોને છુપાવવાને બદલે હિંમતપૂર્વક સામે લાવવી જોઈએ, જેથી અન્ય બાળકો કે મહિલાઓને પણ સુરક્ષિત રાખી શકાય. તાત્કાલિક મદદ માટે 100, 112, 181 અને 1098 (ચાઈલ્ડ હેલ્પલાઈન) જેવા નંબરોનો ઉપયોગ કરવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ પ્રિયદર્શની પી. મોકાશી ઉપરાંત ઈઆઈ મોનાલીબેન મહારાઉલ, જાગૃતિબેન પંડ્યા, કોલેજનો સ્ટાફ અને મોટી સંખ્યામાં બી.એડ. તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પી.પી. મોકાશીએ મહિલા અને બાળકોની જાતીય સતામણી અંગેના કાયદાની સમજ અને માર્ગદર્શન આપી નાલસાની વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    CG રોડ પર ઓન સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગનો પ્રારંભ:પાર્કિંગમાં કાર ઉભી રાખતા જ લોક થઈ જશે, સમય મુજબ ઓનલાઈન પેમેન્ટ કરશો પછી જ અનલોક થશે
    Next Article
    Fahadh Faasil's Upcoming Film Don't Trouble The Trouble Gets A New Release Date

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment