Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી કોંગ્રેસે CEC જ્ઞાનેશકુમાર પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો:SIR રદ કરવા અને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગ કરાઈ, આંદોલનની ચીમકી ઉચ્ચારી

    9 hours ago

    નવસારીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે તેમના રાજીનામાની માંગ કરી છે અને રાજીનામું નહીં લેવાય તો આંદોલનની ચેતવણી આપી છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે સાંઠગાંઠ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ ચૂંટણીમાં 'મત ચોરી' કરી રહી છે, જેમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવીઝન (SIR) પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. કોંગ્રેસે ઉમેર્યું કે, SIR પ્રક્રિયાથી જાણી જોઈને ભાજપને ફાયદો થયો. આનાથી ઘણા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા. કોંગ્રેસની માંગ છે કે, ગત SIR પ્રક્રિયા રદ કરીને ફરીથી તટસ્થ રીતે કામગીરી થાય. નેતાઓએ કહ્યું કે, લોકોનો EVM પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. લોકશાહીની પવિત્રતા ફરી સ્થાપિત કરવા, આવનારી બધી ચૂંટણીઓ બેલેટ પેપરથી જ યોજવી જરૂરી છે. કોંગ્રેસે ચેતવણી આપી કે, જો જ્ઞાનેશકુમારનું રાજીનામું નહીં લેવાય, તો નવસારી સહિત આખા રાજ્યમાં આંદોલન કરાશે. તેની જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 30 મહિલાઓને સિલાઈ મશીન અને પ્રમાણપત્ર અપાયા:ઓએનજીસી અને ગુરુ ફાઉન્ડેશનના સહયોગથી 3 મહિનાની ફેશન ડિઝાઇનિંગ તાલીમ બાદ વિતરણ
    Next Article
    કચ્છની સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં વિલંબથી કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા:સમયસર ચૂંટણી કરાવવા કે વહીવટદાર નિમવા રાજ્ય રજિસ્ટ્રારને રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment