Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 30 મહિલાઓને સિલાઈ મશીન અને પ્રમાણપત્ર અપાયા:ઓએનજીસી અને ગુરુ ફાઉન્ડેશનના સહયોગથી 3 મહિનાની ફેશન ડિઝાઇનિંગ તાલીમ બાદ વિતરણ

    9 hours ago

    પાટણમાં ઓએનજીસી મહેસાણા એસેટના સીએસઆર વિભાગ અને ગુરુ ફાઉન્ડેશનના સહયોગથી 'સ્ટિચિંગ ફ્યુચર્સ – ફેશન ડિઝાઇનર ટ્રેનિંગ' પ્રોજેક્ટનો સમાપન સમારોહ યોજાયો. હોટેલ ધ ગ્રાન્ડ પિયાનો ખાતે ૩૦ મહિલાઓને સિલાઈ મશીન અને પ્રમાણપત્ર અપાયા. આ પ્રોજેક્ટ હેઠળ પાટણમાં ૧૫ મે ૨૦૨૬ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ૩૦ મહિલાઓને ફેશન ડિઝાઇનિંગની ખાસ તાલીમ અપાઈ હતી. તાલીમ પૂરી કરનાર મહિલાઓ સ્વરોજગાર શરૂ કરી આત્મનિર્ભર બની શકે તે માટે તેમને સિલાઈ મશીન અને સર્ટિફિકેટ ભેટમાં અપાયા. આ કાર્યક્રમમાં ઓએનજીસી મહિલા સમિતિના રાખી સુનિલ કુમાર, સ્નિગ્ધા કંધોરી, વિભા પાંડે, અર્ચના પાંડે, પદમા રાવ, રીતુ સિંધ, સવિતા સડમાકે, માયા હજારીકા, અર્પના અગ્રહરી, સીએસઆર વિભાગના વિકાસ તિવારી, રવીન્દ્ર બોડકે, દાદુજી ચાવડા, ભીખુજી રાજપૂત, ગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રફુલ ગુરૂ, મંત્રી ગીતા પરમાર, ઉપપ્રમુખ દર્શન પરમાર અને તાલીમાર્થી મહિલાઓ હાજર રહી. સંચાલન મહેશકુમાર જાલાએ કર્યું.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં મતદાર નોંધણી માટે ખાસ ઝુંબેશ:11 ઓક્ટોબરથી 4 તબક્કામાં વિશેષ ઝુંબેશ, BLO મતદાન મથકો પર અરજીઓ સ્વીકારશે
    Next Article
    નવસારી કોંગ્રેસે CEC જ્ઞાનેશકુમાર પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો:SIR રદ કરવા અને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગ કરાઈ, આંદોલનની ચીમકી ઉચ્ચારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment