Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં મતદાર નોંધણી માટે ખાસ ઝુંબેશ:11 ઓક્ટોબરથી 4 તબક્કામાં વિશેષ ઝુંબેશ, BLO મતદાન મથકો પર અરજીઓ સ્વીકારશે

    8 hours ago

    ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરૂ થઈ છે. આ અંતર્ગત બાકી રહેલા નાગરિકો, 18થી 19 વર્ષના યુવાનો અને પ્રથમ વખત પાત્ર બનતા મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશ હેઠળ ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં 11, 18, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બર 2026ના રોજ વિશેષ દિવસો યોજાશે. આ દિવસોમાં સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બૂથ લેવલ અધિકારીઓ (BLO) મતદાન મથકો પર હાજર રહી હક્ક-દાવા અને વાંધાની અરજીઓ સ્વીકારશે. જે નાગરિકોનું નામ મતદાર યાદીમાં નોંધાવવાનું બાકી હોય કે પ્રથમ વખત મતદાર બન્યા હોય, તેમણે જરૂરી પુરાવા સાથે નજીકના મતદાન મથકે જાતે હાજર રહી અરજી કરવી પડશે. આ ઝુંબેશ દરમિયાન નામ નોંધણી માટે કોઈ ડિક્લેરેશન ફોર્મ ભરવું નહીં પડે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ ભરૂચના તમામ પાત્ર નાગરિકોને આ ઝુંબેશનો લાભ લઈ નામ નોંધાવવા અપીલ કરી છે. તેમણે લોકશાહીના આ અભિયાનમાં કોઈ વંચિત ન રહે તે માટે સહયોગ આપવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    નાહવા પડેલા 2 યુવક ડૂબ્યા, બન્નેના મૃતદેહ મળ્યા:વડોદરા નજીક શેરખી-ભીમપુરા કેનાલના તીવ્ર પ્રવાહમાં તણાતા દુર્ઘટના
    Next Article
    પાટણમાં 30 મહિલાઓને સિલાઈ મશીન અને પ્રમાણપત્ર અપાયા:ઓએનજીસી અને ગુરુ ફાઉન્ડેશનના સહયોગથી 3 મહિનાની ફેશન ડિઝાઇનિંગ તાલીમ બાદ વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment