Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છની સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં વિલંબથી કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા:સમયસર ચૂંટણી કરાવવા કે વહીવટદાર નિમવા રાજ્ય રજિસ્ટ્રારને રજૂઆત કરી

    10 hours ago

    કચ્છ જિલ્લામાં વિવિધ સહકારી સંસ્થાઓની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નવી ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ ન કરાઈ હોવાના મુદ્દે હવે રાજકીય ચર્ચા તેજ બની છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિમંડળ દ્વારા રાજ્ય રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી સહકારી સંસ્થાઓમાં કાયદેસરની સમયમર્યાદા મુજબ ચૂંટણી યોજવા અથવા ચૂંટણી શક્ય ન હોય તેવી સ્થિતિમાં વહીવટદારની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં ખાસ કરીને કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (KDCC), જિલ્લા ખરીદ-વેચાણ સંઘ, અંજાર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ સહિત મુદત પૂર્ણ થયેલી અથવા નજીકના સમયમાં મુદત પૂર્ણ થનારી સહકારી સંસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, કેટલીક સંસ્થાઓ દ્વારા સંલગ્ન મંડળીઓ પાસેથી ચૂંટણીને લગતા ઠરાવો પણ મંગાવવામાં આવ્યા હતા અને સંબંધિત ઠરાવો સંસ્થાઓ સુધી પહોંચી ગયા હોવા છતાં ચૂંટણી પ્રક્રિયાને આગળ વધારવામાં આવી નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે રાજ્ય રજિસ્ટ્રારને મળીને સહકારી ક્ષેત્રમાં ચૂંટણી પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરી હોવાનું જણાવાયું છે. પ્રતિનિધિમંડળે એવી પણ રજૂઆત કરી કે જે સંસ્થાઓમાં વર્તમાન સંચાલક મંડળની મુદત પૂર્ણ થઈ ગઈ હોય ત્યાં નિયમોનુસાર વહીવટદારની નિમણૂક કરી સંસ્થાનું વહીવટ સુચારુ રાખવામાં આવે અને ત્યારબાદ વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે. રજૂઆતમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસના આક્ષેપ મુજબ, મુદત પૂર્ણ થતી સહકારી સંસ્થાઓમાં ચૂંટણી પ્રક્રિયા સમયસર શરૂ કરાવવાની જવાબદારી સંબંધિત તંત્રની હોવા છતાં કચ્છની કેટલીક સંસ્થાઓમાં હજુ સુધી ચૂંટણીની કાર્યવાહી આગળ વધી નથી. સાથે જ, રજૂઆતમાં સહકારી સંસ્થાઓના સંચાલક મંડળમાં લાંબા સમયથી રહેલા ડિરેક્ટરો અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસે નિયમો અને સંબંધિત માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવાની માંગ સાથે કચ્છની તમામ મુદત પૂર્ણ થયેલી સહકારી સંસ્થાઓમાં તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરી પારદર્શક અને સમયબદ્ધ ચૂંટણી યોજવાની માગણી કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી કોંગ્રેસે CEC જ્ઞાનેશકુમાર પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો:SIR રદ કરવા અને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગ કરાઈ, આંદોલનની ચીમકી ઉચ્ચારી
    Next Article
    વિરપુર પોલીસ સ્ટેશનમાં નેત્ર તપાસ કેમ્પ યોજાયો:વિશ્વ દ્રષ્ટિ દિવસ નિમિત્તે પોલીસકર્મીઓની આંખોની તપાસ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment