Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્સિડીઝ અને કિયા વચ્ચે અકસ્માત, એરબેગો ખુલી ગઈ, CCTV:ટક્કર વાગતા કિયા રોડની સાઈડમાં જતી રહી; અમદાવાદમાં શેલા-VIP રોડના યોગ સર્કલ પરનો બનાવ

    2 दिन पहले

    અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે એસ જી હાઇવેથી વીઆઇપી સર્કલને જોડતા રોડ ઉપર આજે(27 જૂન) સવારના સમયે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. યોગ સર્કલ ચાર રસ્તા પાસે મર્સિડીઝની જોરદાર ટક્કર વાગતા કિયા કાર રોડની સાઈડમાં જતી રહી હતી. જેના કારણે એરબેગ ખુલી ગઈ હતી. કારમાં બેઠેલા વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. મર્સિડીઝ અને કિયા વચ્ચે ટક્કર શેલા-VIP રોડ પર યોગ સર્કલ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. કર્ણાવતી ક્લબ રોડ તરફથી આવતી મર્સિડીઝ કાર અને શેલા તરફથી આવી રહેલી કિયા કાર વચ્ચે ટક્કર થઈ હતી. બંને કારને ટક્કર વાગતા એરબેગ ખુલી ગઈ હતી અને કારમાં બેઠેલા વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી. અકસ્માતના પગલે લોકો ભેગા થઈ ગયા હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી બંને કારના આગળના બોનેટના ભાગને જોરદાર નુકસાન થયું હતું. ટક્કર વાગતાની સાથે કિયા કાર રોડની સાઈડમાં જતી રહી હતી. જોકે વહેલી સવારનો સમય હતો અને રોડની આજુબાજુમાં ખૂબ ઓછા લોકો હતા જેથી કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ડમ્પરે મા-દીકરીને કચડ્યા:મોપેડને અડફેટે લેતા 22 વર્ષીય માતા અને 3 વર્ષની પુત્રીનું મોત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન
    Next Article
    વલસાડમાં મોહરમ પર્વે 46 તાજિયાનું શાંતિપૂર્ણ વિસર્જન:ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જુલુસ સંપન્ન થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment