Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ડમ્પરે મા-દીકરીને કચડ્યા:મોપેડને અડફેટે લેતા 22 વર્ષીય માતા અને 3 વર્ષની પુત્રીનું મોત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

    एक दिन पहले

    સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતા મોપેડ સવાર 22 વર્ષીય મહિલા રુકશાન ઇમરાન સૈયદ અને તેમની 3 વર્ષની માસૂમ દીકરી જૈનમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જેને લઈ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ પર પરિવારનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. માતા-પુત્રીને ડીંડોલી જતા સમયે ડમ્પરે કચડ્યા આ કાળજું કંપાવી દેતી ઘટના ત્યારે બની જ્યારે રુકશાન પોતાની દીકરી જૈનમ સાથે મોપેડ પર ડીંડોલી આવાસ તરફ જઈ રહી હતી, તે દરમિયાન ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક દોડી આવીને ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો સુરતમાં રત્નકલાકારે બાઈક પરથી કાબૂ ગુમાવ્યો ને ટ્રક નીચે આવ્યો, માથું કચડાઈ ગયું 17 મેના સુરતમાં પાસોદરા ગઢપુર રોડ પર સર્જન લક્ઝરીયાની સામે ટ્રકની નીચે કચડાઈ જતા રત્નકલાકારનું મોત નીપજ્યું હતું. રત્નકલાકારે બાઈક પરથી કાબૂ ગુમાવ્યા બાદ ટ્રક નીચે આવી ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં રત્નકલાકારનું માથું કચડાઈ ગયું હતું, તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા, તેમને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં આજે અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્ષી’નો શુભારંભ:‘PM ફેમિલી કેર ટ્રેકર’નું કરશે લોન્ચિંગ; જાણો 4 સવાલના જવાબમાં ભારત ટેક્સીના ફાયદાઓ
    Next Article
    મર્સિડીઝ અને કિયા વચ્ચે અકસ્માત, એરબેગો ખુલી ગઈ, CCTV:ટક્કર વાગતા કિયા રોડની સાઈડમાં જતી રહી; અમદાવાદમાં શેલા-VIP રોડના યોગ સર્કલ પરનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment