Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:PM મોદીએ કહ્યું- દેશને માનસિક નક્સલવાદીઓથી બચાવવો પડશે, સોનિયા પર વંદે માતરમ બંધ કરાવવાનો આરોપ; આજે 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    1 day ago

    નમસ્તે, ગઈ કાલના મોટા સમાચાર ઇન્ડોનેશિયાના ભૂકંપ સંબંધિત રહ્યા. જેમાં અત્યાર સુધી 38થી વધુ લોકોના મોત થયા છે. 80મા સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લા પર 76 મિનિટનું ભાષણ આપ્યું. મોર્નિંગ બ્રીફમાં આગળ ગુજરાતના વરસાદ સંબંધિત સમાચાર પણ વાંચો… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભારત અને શ્રીલંકા વચ્ચે ગૉલમાં પ્રથમ ટેસ્ટ ચાલી રહી છે, આજે મેચનો બીજો દિવસ છે. 📰 કાલના મોટા સમાચારો 1. મહિલાઓના આરક્ષણ પર પક્ષો રાજકારણ ન કરે:જંતર-મંતર પ્રદર્શનનું નામ લીધા વિના મોદીએ કહ્યું- દેશને માનસિક નક્સલવાદીઓથી બચાવવો પડશે 80મા સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લા પર 76 મિનિટનું ભાષણ આપ્યું. પીએમએ કહ્યું- હથિયારી નક્સલવાદીઓ તો ચાલ્યા ગયા, પરંતુ માનસિક નક્સલવાદીઓ તકની શોધમાં છે. તેઓ સમાજને ખોટા માર્ગે લઈ જવા માટે વિવિધ પ્રકારના કામ કરી રહ્યા છે. આવા લોકો હિંસા અને અરાજકતાના રસ્તાઓ શોધી રહ્યા છે. આ દિમાગી નક્સલવાદીઓને ઓળખવા પડશે અને તેમને અલગ કરવા પડશે. અને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ દેશની યુવા પેઢીને જોડવી પડશે. પીએમએ યુવાનો માટે મોટી જાહેરાતો પણ કરી. સરકાર આગામી એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI સ્કિલ્સ ટ્રેનિંગ આપશે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના યુવાનો માટે ઘણી પરીક્ષાઓની મફત ઓનલાઈન કોચિંગ આપવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. રાહુલ અને સોનિયા ગાંધીએ કાર્યકરોને વંદે માતરમ ગાવાથી રોક્યા? VIDEO:ચાલુ કાર્યક્રમમાં જ સોનિયા ભડક્યા, ભાજપના આરોપ પર કોંગ્રેસે જવાબ આપ્યો આજે દેશ આઝાદીની 80મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. વંદે માતરમમાં 6 અંતરા છે, જેમાંથી માત્ર બે અંતરા ગાવામાં આવે છે. પરંતુ 2026માં ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા પ્રોટોકોલ મુજબ, વંદે માતરમના છ અંતરા ગાવાની વાત કહેવામાં આવી છે. શનિવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પણ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વંદે માતરમ પણ ગાવામાં આવ્યું હતું. પરંતુ આ અંગે કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભાજપના પ્રવક્તા આર.પી. સિંહે સવાલો ઉભા કર્યા છે. તેમણે સોનિયા ગાંધી પર વંદે માતરમને રોકવા માટે કહેવાનો આરોપ લગાવ્યો. ભાજપના પ્રવક્તાએ X પર પોસ્ટ કરીને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે વંદે માતરમ ગાવામાં આવી રહ્યું હતું, ત્યારે સોનિયા ગાંધી કથિત રીતે એટલા નારાજ થઈ ગયા કે તેમણે પાર્ટી કાર્યકરોને તેને રોકવા માટે કહ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'શુગર ડેડી'ના ટેગ પર ગોવિંદા ભડક્યો:પત્ની સુનીતાને ચેતવણી આપી- 'હદમાં રહો, બદનામ કરવાની એક તક નથી છોડી, ગાળો મળશે ત્યારે બુદ્ધી આવશે?' સુનીતા આહુજા છેલ્લા ઘણા સમયથી પતિ અને બોલિવૂડ એક્ટર ગોવિંદા પર વિવાદિત નિવેદનો આપી રહી છે. સુનીતાના તાજેતરમાં આવેલા નિવેદન પર ગોવિંદા ભડકી ગયો છે. સુનીતાએ ગોવિંદાને તેની કો-એક્ટ્રેસ કોમલ રાની સ્વર્ણકાર સાથે સ્પોટ થવા પર કહ્યું હતું કે, 'ગોવિંદા દીકરીની ઉંમરની છોકરી સાથે ફરે છે, તેને શરમ આવવી જોઈએ.' એટલું જ નહીં, સુનીતાએ ગોવિંદાને એક્ટ્રેસનો 'શુગર ડેડી' પણ કહ્યો હતો. હવે સુનીતાના આ નિવેદનો પર ગોવિંદાએ ચેતવણી આપીને કહ્યું છે કે, તેને હદમાં રહેવું જોઈએ. આ સાથે એક્ટરે કો-સ્ટારનો બચાવ પણ કર્યો અને કહ્યું કે, 'સુનીતા તેને બદનામ કરવામાં કોઈ કસર છોડી રહી નથી.' વાંચો સંપૂર્ણ સમાચાર 4. ભાગવત બોલ્યા- યુવાનોને દિશા મળે તો દેશને ફાયદો:જો આવું ન થયું તો ભવિષ્યમાં સમાજ પર બોજ વધી શકે છે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નાગપુરમાં કહ્યું કે યુવાનો દેશ માટે 'ડેમોગ્રાફિક ડિવિડન્ડ' છે. જો તેમને યોગ્ય દિશા આપવામાં આવે તો દેશને ઘણો ફાયદો થશે, પરંતુ જો આવું નહીં થાય તો ભવિષ્યમાં સમાજ પર બોજ વધી શકે છે. તેમણે કહ્યું કે 30 વર્ષ પછી યુવાનો પણ વૃદ્ધ થઈ જશે, તેથી તેમણે ફક્ત પોતાના વિશે જ વિચારવું ન જોઈએ. ભાગવતે યુવાનોને ભવિષ્યની પેઢીઓની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવા જણાવ્યું. તેમણે કહ્યું કે ભારતે પોતાની પરિસ્થિતિઓ અનુસાર વિકાસ અને પ્રગતિના ધોરણો પોતે જ નક્કી કરવા જોઈએ. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે વસ્તી વિષયક લાભ ત્યારે થાય છે જ્યારે કોઈ દેશમાં કામ કરવાની ઉંમરના લોકો (15-64 વર્ષ)ની સંખ્યા બાળકો અને વૃદ્ધો કરતાં વધુ હોય. તેનાથી દેશ પાસે કામ કરતી મોટી વસ્તી હોય છે, જે આર્થિક વિકાસમાં મદદ કરી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ઇન્ડોનેશિયા- 7.7ના 13 કલાક પછી 6.5 તીવ્રતાનો આંચકો:અત્યાર સુધીમાં 38 લોકોનાં મોત, અનેક ઇમારતો ધરાશાયી; ભૂકંપ પછી દરિયાનું પાણી પાછળ હટ્યું ઇન્ડોનેશિયામાં શનિવારે સવારે 7.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. તેના 13 કલાક પછી સાંજે 6.5 તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો છે. ભૂકંપના જોરદાર આંચકાથી ઘણા વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ. અત્યાર સુધીમાં 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને ઘણા લોકો ઘાયલ પણ હોવાનું કહેવાય છે. પહેલા ભૂકંપ પછી, વિસ્તારમાં ઘણા આફ્ટરશોક પણ નોંધાયા હતા. તેમાં 5.9, 5.6 અને 6.1ની તીવ્રતાના આંચકાનો સમાવેશ થાય છે. શરૂઆતમાં, ઘણા દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, જેને થોડા કલાકો પછી પાછી ખેંચી લેવામાં આવી હતી. હાલમાં લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે કહેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં કેટલીક ઇમારતો પડતી અને ક્ષતિગ્રસ્ત થતી જોવા મળી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી:દક્ષિણ ગુજરાતમાં વરસાદ 100%ને પાર; બે દિવસ યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 40 તાલુકામાં 1 મિમીથી લઈને 12 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. સુરતના અંબિકા, વલસાડના પારડી અને નાનાપોઢામાં વરસ્યો છે. આજે દમણ અને દાદરા નગર હવેલી સહિત 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે. 16 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. તાપમાનની વાત કરીએ તો 14 ઓગસ્ટે ગુજરાતના મુખ્ય શહેરોના મોટો ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. દમણના તાપમાનમાં એકઝાટકે 4.4°C ગગડ્યું છે અને સુરત સતત બીજા દિવસે સૌથી ઠંડુ રહ્યું. ચાલુ સિઝનમાં 15 ઓગસ્ટ (સવારે 10 વાગ્યા) સુધીમાં રાજ્યમાં કુલ સરેરાશ 26.43 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. લુડો-સાપસીડી-પત્તા રમો ને દારુ પીવો, 'જશ્ન'વિલામાંથી 8 ગર્લ-14 નબીરા ઝડપાયા:સુરતની પાર્ટીમાં વિદેશી ક્લબની જેમ ફેન્સી ટાસ્ક-રુલ્સ, 300 મીટરમાં પોલીસ સ્ટેશન-નશા મુક્તિ કેન્દ્ર સુરતના ડુમસમાં બાપુજીની વાડી સ્થિત ‘જશ્ન વિલા 12-એ’માં એક મેકઅપ આર્ટિસ્ટ યુવતીની હાઈપ્રોફાઈલ બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામી હતી. જેમાં યુવક-યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓ લઇને પહોંચ્યા હતા. ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું ત્યાંજ પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. વિદેશી ક્લબની જેમ લુડો, સાપસીડી અને પત્તા જેવી ગેમ રમી કોણે કેટલો દારૂ પીવાનો તે નક્કી થતુ હતું. દરેક ગેમમાં ટાસ્ક અને રુલ્સ અલગ અલગ હતા. જશ્ન વિલામાં ‘જશ્ન’ કરતા ઝડપાયેલા 8 ગર્લ અને 14 નબીરાઓ 21થી 27 વર્ષની ઉંમરના હતા. તેમાં કોઈ વેપારી, સ્ટુડન્ટ તો કોઈ નોકરિયાત હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ-ખડગે સતત બીજા વર્ષે લાલ કિલ્લાના સમારોહમાં પહોંચ્યા નહીં:2024માં પાછળ બેસાડવા પર વિવાદ થયો હતો, ભાજપે કહ્યું- રાહુલની વિચારસરણી માનસિક નક્સલ જેવી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 10માંથી 9 પાકિસ્તાનીઓએ ભારતને માન્યો ખતરો:21% ભારતીય મુસ્લિમોનો પાકિસ્તાન પર સકારાત્મક અભિપ્રાય, હિંદુઓમાં માત્ર 6%; અમેરિકી સર્વેના ચોંકાવનારા આંકડા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાંચીમાં વિદ્યાર્થી નેતા મહતોને ધ્વજ ફરકાવતા રોકવામાં આવ્યા:હોસ્પિટલમાં પોલીસ સાથે ધક્કામુક્કી; JPSC-JSSC પરીક્ષા રદ કરાવવા માટે 13 દિવસથી ભૂખ હડતાળ પર વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે કહ્યું- ઈરાનની હાર પછી હોર્મુઝ અમેરિકાનું થશે:ઈરાનનો વળતો પ્રહાર- સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કબજો નથી થતો, આ અમારું જ રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં વધારો રહ્યો:સોનું ₹2742 વધીને ₹1.52 લાખ પર પહોંચ્યું, ચાંદી ₹2461 મોંઘી થઈને ₹2.31 લાખ પ્રતિ કિલો થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : હોકી વર્લ્ડ કપમાં ભારતની જીતથી શરૂઆત:વેલ્સને 3-1થી હરાવ્યું; કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 ગોલ ફટકાર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : શ્રાવણ માસમાં શિવ આરાધનાનું મહત્ત્વ:સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ અને સફળતા માટે આ રીતે ભોળાનાથને રિઝવો, જાણો રાશિ પ્રમાણે પૂજા-વિધિ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ મહિલા પાસે 10 પ્રકારના નાક બ્રિટનમાં એક મહિલા પાસે 10થી વધુ નાક છે, જેને તે અલગ-અલગ પ્રસંગોએ બદલે છે. આ નાક ચહેરા પર ચુંબકથી લાગે છે. તે તેને જાતે લગાવી-હટાવી શકે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : શાકભાજીમાં ઝેર-પાનમસાલા જેટલો જ ખતરો: સાત જોખમી રાજ્યોમાં ગુજરાત, સરકારના જ આંકડા ચોંકાવનારા, એક્સપર્ટ પાસેથી સમજો દવાની અસર ઘટાડવાના ઉપાય 2. અસહ્ય ઘોંઘાટથી અમદાવાદ બની રહ્યું છે બીમાર!: ઓલિમ્પિકનું સપનું જોતાં પહેલાં આંખ ઉઘાડતો રિપોર્ટ, ધ્વનિ પ્રદૂષણ માટે 52 ટકા જવાબદાર માત્ર ટુ-વ્હીલર્સ 3. પારકી પંચાત : ‘મેડમ પાપના ભાગીદાર ના થાઓ’: સુરતીલાલાની કોમેન્ટે ધમાલ મચાવી, સ્ટેજ પર અચાનક અશ્લીલ ડાન્સ શરૂ થયો, મિનિસ્ટરો ગરબે ઘૂમ્યા, જુઓ VIDEO 4. સ્પાય ફાઈલ્સ : ડુક્કરનું માંસ ખવડાવીને ઉગ્રવાદીઓ પાસે સરેન્ડર કરાવ્યું: પાકિસ્તાની એજન્ટ બનીને ગોલ્ડન ટેમ્પલમાં ઘૂસ્યા, IPSમાંથી જાસૂસ કેવી રીતે બન્યા અજિત ડોભાલ; પાર્ટ-1 5. આજનું એક્સપ્લેનર: કોણ છે મનન મિશ્રા, જેમણે ચીફ જસ્ટિસ માટે લૉ સ્ટુડન્ટ્સને 'સજા' આપી, પછી પલટ્યા; શું આ CJPની બીજી જીત છે? 6. જિન્નાની દીકરી તિરંગો ફરકાવી રહી હતી: નેહરુ અચાનક કેમ રડવા લાગ્યા? ગાંધી ગંદા મોહલ્લામાં સૂતા હતા; મોટા નેતાઓનો પહેલો સ્વતંત્રતા દિવસ કેવો રહ્યો ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:મિથુન, મકર સહિત 4 રાશિ માટે ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ, તુલા રાશિની મુશ્કેલી સમાપ્ત થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Banaskantha Accident | ખીમાણા-શિહોરી નેશનલ હાઈવે પર અકસ્માત | National Highway Accident | Gujarat
    Next Article
    Best Smartphones with AI Features Under Rs. 30,000 in India

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment