Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં મોહરમ પર્વે 46 તાજિયાનું શાંતિપૂર્ણ વિસર્જન:ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જુલુસ સંપન્ન થયું

    2 दिन पहले

    વલસાડ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે 46 તાજિયાનું શાંતિપૂર્ણ વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલા આ જુલુસમાં 23 મોટા અને અન્ય નાના તાજિયાઓનો સમાવેશ થતો હતો. તાજિયા જુલુસ વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડ, સુધાનગર, ધોબીતળાવ અને ગ્રીન પાર્ક જેવા વિસ્તારોમાંથી શરૂ થયા હતા. આ જુલુસ આઝાદ ચોક અને પારસીવાડા માર્ગ થઈને ઔરંગા નદી પહોંચ્યા હતા, જ્યાં તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જુલુસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થામાં વલસાડ સિટી પોલીસ, LCB, SOG અને અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તૈનાત હતા. વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા, DYSP, SOG PI અને સિટી PI સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહી સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવામાં મદદરૂપ થયા હતા.
    Click here to Read More
    Previous Article
    મર્સિડીઝ અને કિયા વચ્ચે અકસ્માત, એરબેગો ખુલી ગઈ, CCTV:ટક્કર વાગતા કિયા રોડની સાઈડમાં જતી રહી; અમદાવાદમાં શેલા-VIP રોડના યોગ સર્કલ પરનો બનાવ
    Next Article
    ડૉ. જય ધ્રુવ સિંગાપુર કોન્ફરન્સમાં કીનોટ સ્પીકર:10થી વધુ દેશો સમક્ષ ભારતનું સંશોધન રજૂ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment