Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજવાયર તૂટીને મહિલા પર પડ્યો, CCTV:બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી, UGVCLની ઘોર બેદરકારીથી પરિવાર-ગ્રામજનોમાં રોષ; દહેગામના હાલીસા ગામનો બનાવ

    14 घंटे पहले

    ગાંધીનગર દહેગામ તાલુકાના હાલીસા ગામમાં વીજ કંપનીની ગંભીર લાપરવાઈના કારણે એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. સામાન્ય વરસાદી માહોલ વચ્ચે અચાનક જીવતો હાઈટેન્શન વીજવાયર તૂટીને માર્ગ પરથી પસાર થઈ રહેલી 23 વર્ષીય પરિણીત મહિલા પર પડતા તેનું કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી અને UGVCL તંત્રની ઘોર બેદરકારી સામે મૃતકના પરિવાર અને સ્થાનિકમાં રોષ ફાટી નીકળ્યો છે. હાઈટેન્શન લાઈનનો જીવતો વીજવાયર તૂટીને મહિલા પર પડ્યો, CCTV હાલીસા ગામમાં સર્જાયેલી આ ભયાનક દુર્ઘટનાના રૂંવાડા ઊભા કરી દે તેવા લાઈવ સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે 23 વર્ષીય ભાવનાબેન સામાન્ય દિવસોની જેમ જ માર્ગ પરથી શાંતિથી ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન પલકવારમાં અચાનક ઉપરથી હાઈટેન્શન લાઈનનો જીવતો વીજવાયર તૂટીને તેમના પર ખાબકે છે. વાયર પડતાંની સાથે જ ભયાનક વીજ તણખા થાય છે અને ગણતરીની સેકન્ડોમાં જ વીજ કરંટના જોરદાર આંચકા સાથે ભાવનાબેન રસ્તા પર પટકાતા નજરે પડે છે. મહિલા ઘરેથી અનાજ દળાવવા માટે ઘંટીએ નીકળ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર, દહેગામના હાલીસા ગામના ભાંગોરે વિસ્તારમાં આવેલી યુનિયન બેન્કની સામે ગઈકાલે(6 જુલાઈ) સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં આ હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. ગામમાં રહેતા 23 વર્ષીય ભાવનાબેન મેહુલજી મકવાણા પોતાના ઘરેથી અનાજ દળાવવા માટે ઘંટીએ નીકળ્યા હતા. તેજ સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે સામાન્ય વરસાદ શરૂ થયો હતો. વૃક્ષ ધરાશાયી થઈને વીજ પોલ પર પડ્યું, વાયર સીધો મહિલા પર પડ્યો આ દરમિયાન યુનિયન બેન્કની પાછળના ભાગે આવેલું એક વિશાળ વૃક્ષ અચાનક વીજ કંપનીના થાંભલા પર ધરાશાયી થયું હતું. વૃક્ષના વજનના કારણે લોખંડનો આખો વીજપોલ જમીનદોસ્ત થઈ ગયો હતો અને તેના પરથી પસાર થતો જીવતો વીજવાયર સીધો માર્ગ પરથી પસાર થઈ રહેલા ભાવનાબેન પર પડ્યો હતો. હજારો વોલ્ટનો કરંટ શરીરમાંથી પસાર થઈ જતાં જ ભાવનાબેન જમીન પર ફસડાઈ પડી ત્યાં જ બેભાન થઈ ગયા હતા. વીજ પ્રવાહ બંધ થયા બાદ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ, મોત થયું ધોળા દિવસે બનેલી આ ભયાનક ઘટનાને પગલે આસપાસના લોકો ચીસાચીસ કરી મૂકીને દોડી આવ્યા હતા. સ્થાનિક યુવાનોએ તાત્કાલિક ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કંટ્રોલ રૂમ અને સ્થાનિક કર્મચારીઓને ફોન કરીને લાઈન કાપવા માટે જાણ કરી હતી. વીજ પ્રવાહ બંધ થયા બાદ ગ્રામજનો અને પરિવારજનો ગંભીર હાલતમાં ભાવનાબેનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની છાલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જો કે ત્યાં તેમની સ્થિતિ નાજુક જણાતાં વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબોએ ચકાસણી કરીને તેમને મૃત જાહેર કર્યા હતા. બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી આ આકસ્મિક ઘટનાના પગલે મૃતક ભાવનાબેનના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. આ અણધાર્યા આઘાતથી પરિવારના સભ્યોના કરુણ આક્રંદથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું. આ દુર્ઘટનામાં 23 વર્ષીય માતા છીનવાઈ જતાં તેમની 6 વર્ષની માસૂમ દીકરી હર્ષીબેન અને 3 વર્ષનો દીકરો દેવરાજસિંહ નાની ઉંમરે જ માતાની હૂંફ ગુમાવીને નોંધારા બની ગયા છે. બે માસૂમ બાળકોના માથા પરથી માતાનું છત્ર ગુમાવવાનો વારો આવતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું હોત તો આજે એક નિર્દોષ મહિલાનો જીવ બચત બીજી તરફ આ મામલે ગામલોકો અને પરિવારજનોએ UGVCLના અધિકારીઓ સામે સીધો મોરચો માંડ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બેન્ક પાછળ નમી ગયેલા જોખમી વૃક્ષની ડાળીઓ કાપવા માટે અગાઉ પણ રજૂઆતો થઈ હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું હતું. જો વીજ કંપનીએ ચોમાસા પૂર્વે પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત આ લટકતી લાઈનો અને જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું હોત તો આજે એક નિર્દોષ મહિલાનો જીવ બચી ગયો હોત. વીજ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માગ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટના સાંજે બની હોવાથી મોટી જાનહાનિ ટળી છે.પરંતુ જો આ વાયર શાળા છૂટવાના સમયે તૂટ્યો હોત તો કદાચ ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના અસંખ્ય ભૂલકાઓ આ બેદરકારીનો ભોગ બન્યા હોત. હાલમાં પોલીસે આ અકસ્માતે મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે ગ્રામજનોએ કસૂરવાર વીજ કર્મચારીઓ સામે કડક કાનૂની પગલાં ભરવાની અને પીડિત પરિવારને વહેલી તકે વળતર ચૂકવવાની ઉગ્ર માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રજા પાણીમાં ડૂબી અને નેતાઓએ કાજુ કતરીથી મોં મીઠા કર્યા:સુરતમાં અનરાધાર વરસાદથી પ્રજા ત્રાહિમામ, 12 સમિતિના ચેરમેનોએ ઢોકળા, ખમણ અને ઈડલી-સાંભરની જયાફત માણી
    Next Article
    વિજલપોરમાં ચંદન તળાવ ઓવરફ્લો:સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, 250થી વધુ પરિવારો મુશ્કેલીમાં, નવસારી મહાનગરપાલિકા સામે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment