Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ શરૂ:250થી વધુ કર્મચારીઓ ધરણા પર, જન સેવા કેન્દ્ર સહિતની સેવાઓ પર અસર

    7 hours ago

    મહીસાગર જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. તેમની 14 પડતર માંગણીઓને લઈને આ હડતાલ કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન ખાતે 250થી વધુ વર્ગ-3ના કર્મચારીઓ ધરણા પર બેઠા છે. આ હડતાલને કારણે મહેસૂલી વિભાગની કામગીરી પર અસર પડી રહી છે. કલેકટર, પ્રાંત અને મામલતદાર કચેરીઓમાં અરજદારોને મળતી સેવાઓ પર અસર પડી છે. આવકના દાખલા અને જન સેવા કેન્દ્રની કામગીરી પણ બંધ રહી છે. કર્મચારીઓએ જિલ્લા સેવા સદન ખાતે ધરણા યોજી રામધુન બોલાવી હતી. તેઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓની માંગ છે કે સરકાર તેમની પડતર માંગણીઓનો ઝડપથી ઉકેલ લાવે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં ખડગેએ ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને લંચ માટે બોલાવ્યા:રાહુલ-પ્રિયંકા પહોંચ્યા; એક દિવસ પહેલાં CEC વિરુદ્ધ 8 કલાક સુધી ધરણા પર બેઠા હતા
    Next Article
    ખેલ મહાકુંભમાં બાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મેડલ જીત્યા:તાલુકા કક્ષાની ખોખો, કબડ્ડી અને એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment