Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોકી સ્ટીક-ધોકા વડે એક શખસ શ્વાન પર તૂટી પડ્યો,CCTV:એક બાદ એક ચાર ફટકા મારતા શ્વાનની આંખ ફૂટી, NGO અને હ્યુમન રાઇટ્સે કડક કાર્યવાહીની માંગ કરી

    2 days ago

    જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં શ્વાન પર એક શખ્સે હોકી સ્ટીક અને ધોકા વડે નિર્મમ હુમલો કર્યો હતો. આ હુમલામાં શ્વાનની એક આંખ ફૂટી ગઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક એનજીઓ અને માનવ અધિકાર સંગઠન દ્વારા પોલીસને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 17 જૂન, 2026ના રોજ કામદાર કોલોનીની શેરી નંબર-2માં એક કોમ્પ્લેક્સ પાસે એક શ્વાન સૂતો હતો. તે સમયે GJ-37-K-90 નંબરની એક્સેસ ગાડી પર આવેલા શખ્સે ત્યાં હાજર શ્વાનને માર મારવાનું શરૂ કર્યું હતું. આ શખ્સે શ્વાનના મોઢા પર હોકીથી 4 ફટકા માર્યા હતા, જેના કારણે તેની એક આંખ ફૂટી ગઈ હતી. ઘટના બાદ શ્વાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાર કલાક સુધી તેનું લોહી વહેતું બંધ થયું ન હતું. આ અમાનુષી ઘટનાને પગલે 'વન રૂફ એનિમલ કેર' એનજીઓ ચલાવતા ગોસાઈ કલ્પનાબેન અને યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કમિશન (UNHRC) સાથે સંકળાયેલા ધવલ રાવલે પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરી છે. તેમણે એક્સેસ ગાડીના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગોસાઈ કલ્પનાબેને જણાવ્યું હતું કે, "જામનગરમાં મૂંગા પશુઓ પર અત્યાચારની ઘટનાઓ વારંવાર બની રહી છે. જે વ્યક્તિ પશુઓ માટે સુરક્ષિત નથી, તે સમાજના કોઈ પણ વ્યક્તિ માટે ખતરો બની શકે છે. જો આવા ગુનેગારો ખુલ્લેઆમ ફરશે, તો કાલે કોઈનું બાળક પણ સુરક્ષિત નહીં રહે. મૂંગા જીવ બોલી શકતા નથી, તેથી અમે તેમનો અવાજ બનીને તંત્રને અપીલ કરીએ છીએ કે આવા શખ્સો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે." હાલમાં, વાહન નંબરના આધારે આ શખ્સ સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર સમક્ષ જોરદાર માંગ ઉઠાવવામાં આવી છે. યુવકે શ્વાનને માર મારી બિલ્ડિંગના પહેલા માળેથી ફેંકી દીધો આજથી 10 દિવસ પહેલા પણ જામનગરમાં શ્વાન પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. શહેરના સંત કબીર આવાસ વિસ્તારમાં એક શખસે શ્વાનને પહેલા માળેથી નીચે ફેંકી દીધો હતો. જેથી શ્વાનને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આવાસ વિસ્તારમાં રહેતા પપ્પુ નામના વ્યક્તિએ એક શ્વાનને બેરહેમીથી માર માર્યો હતો. ત્યારબાદ શ્વાનને ઇમારતના પહેલા માળેથી નીચે ફેંકી દીધો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    દ્વારકાના 6 ગામોના ખેડૂતોની વીજ સમસ્યાથી ત્રાહિમામ:PGVCL કચેરીએ ખેડૂતોનો પહોંચ્યા, કાર્યપાલક ઇજનેરને ખેતી માટે નિયમિત વીજળી આપવા માગ કરી
    Next Article
    એશિયાઇ સિંહના કુળમાં નવા મહેમાનોનું આગમન:પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહણ ‘ધારા’એ 3 સિંહબાળને જન્મ આપ્યો, ઝૂમાં એશિયાઇ સિંહની કુલ સંખ્યા 17

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment