Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકાના 6 ગામોના ખેડૂતોની વીજ સમસ્યાથી ત્રાહિમામ:PGVCL કચેરીએ ખેડૂતોનો પહોંચ્યા, કાર્યપાલક ઇજનેરને ખેતી માટે નિયમિત વીજળી આપવા માગ કરી

    2 days ago

    દ્વારકા તાલુકાના વાચ્છુ ફીડર હેઠળ આવતા છ ગામોના ખેડૂતોએ ખેતી માટે પૂરતા અને નિયમિત વીજ પુરવઠાની માંગ સાથે PGVCL તંત્રને લેખિત રજૂઆત કરી છે. આ ગામોમાં વાચ્છુ, ધીણકી, લોવરારી, જૂની ધ્રેવાડ, નવી ધ્રેવાડ અને ગોરીંજાનો સમાવેશ થાય છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલમાં ખેતી માટે મળતો વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે. લાંબા સમય સુધી વીજ કાપ મૂકવામાં આવતા ખેતીના કામોમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ખાસ કરીને વર્તમાન ખેતી સિઝનમાં પાકને સમયસર પાણી આપવાની તાતી જરૂરિયાત છે, પરંતુ વીજળીના અભાવે ટ્યુબવેલ અને મોટરો ચલાવી શકાતી નથી. આ પરિસ્થિતિને કારણે પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે, તેમજ પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. ખેડૂતોએ PGVCLના કાર્યપાલક ઇજનેરને વિનંતી કરી છે કે આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવે અને તાત્કાલિક પગલાં ભરવામાં આવે. તેઓએ ખેતી માટે નિયમિત અને પૂરતો વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા તેમજ બિનજરૂરી વીજ કાપ ટાળવા માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'કોંગ્રેસના કપટથી ખેડૂતોનું આંદોલન તૂટ્યું છે':પ્રવીણ રામે કહ્યું-ગાંધીનગર સુધી મંજૂરી ન માગી ખેડૂતોને ગુમરાહ કર્યા; 27મીએ સુરેન્દ્રનગરમાં AAPનું કિશાન મહાપંચાયતનું આયોજન
    Next Article
    હોકી સ્ટીક-ધોકા વડે એક શખસ શ્વાન પર તૂટી પડ્યો,CCTV:એક બાદ એક ચાર ફટકા મારતા શ્વાનની આંખ ફૂટી, NGO અને હ્યુમન રાઇટ્સે કડક કાર્યવાહીની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment