Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોંગ્રેસના કપટથી ખેડૂતોનું આંદોલન તૂટ્યું છે':પ્રવીણ રામે કહ્યું-ગાંધીનગર સુધી મંજૂરી ન માગી ખેડૂતોને ગુમરાહ કર્યા; 27મીએ સુરેન્દ્રનગરમાં AAPનું કિશાન મહાપંચાયતનું આયોજન

    2 days ago

    ગુજરાતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને પંકજ રણસરીયા દ્વારા આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ દ્વારા ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવામાં આવ હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉથી જ 14 તારીખના રોજ પોલીસ કમિશનર સમક્ષ રેલીની અને સભાની મંજૂરી લેવામાં આવી છે, પરંતુ ગાંધીનગર જવા માટે મંજૂરી જ માંગવામાં આવી નથી. ગાંધીનગરનું કહી ખેડૂતોને કોંગ્રેસની સભામાં લઇ ગયા હતા જેથી ખેડૂતો વિફરાયા હતા. જયારે કોંગ્રેસના બેનર અને ખેસ ઝંડા ઉતારી લેવામાં આવે તો ખેડૂતો સભામાં બેસવા તૈયાર છે તેવી રજુઆત કરવા છતાં કોંગ્રેસે વાત ન માનતા ખેડૂતો વિફર્યા હોવાનો વિડીયો સાથે આક્ષેપ પંકજ રણસરીયા દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હવે આગામી 27 જૂન 2026ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં કિશાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના કપટથી ખેડૂતોનું આંદોલન તૂટ્યું છે : પ્રવીણ રામ AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, અમારી લડાઈ ખેડૂતો માટે સરકાર સામે છે. સરકાર સામે અમે લડતા હતા અને આગળ પણ લડીશું. ખેડૂતનું જે આંદોલન હતું ટ્રેકટર રેલી હતી, આ દિવસે કોંગ્રેસે ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરી આંદોલન તોડવાનું કામ કર્યું છે જેના અમારી પાસે પુરાવા છે. કોંગ્રેસ દ્વારા પોલીસ પાસે ગાંધીનગર જવા માટેનું મંજૂરી જ માંગવામાં આવી નથી, માત્ર સભા સ્થળ સુધી રેલી અને બાદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં સભાનું આયોજન કરવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી, જે 14 જૂનના રોજ પોલીસ તરફથી મળી હતી. ગાંધીનગર સુધીની રેલીની મંજૂરી જ માંગવામાં ન આવી હોવાનું ખેડૂતોને જણાવ્યું ન હતું અને કોંગ્રેસે ખેડૂતોને ગુમરાહ કર્યા હતા, જેથી ખેડૂતો વિફરાયા હતા. 'ખેડૂતોને ગુમરાહ કરી આંદોલન અને ખેડૂતોની એકતા તોડવાનું કામ કર્યું' રામે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ છેલ્લા 3-4 દિવસથી અમારી આમ આદમી પાર્ટી ઉપર ખોટા આક્ષેપ કરી અમને બદનામ કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિક રીતે કોંગ્રેસે ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરી ખેડૂતોનું આંદોલન અને ખેડૂતોની એકતા તોડવાનું કામ કર્યું છે. આગામી 27 જૂન 2026ના રોજ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે સુરેન્દ્રનગર જિલ્લામાં એક કિશાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશે અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાશે. કોંગ્રેસ પક્ષ 70 વર્ષથી પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે. ગુજરાતમાં ભાજપ સામે લડી શક્તિ નથી અમે સતા પક્ષમાં નથી છતાં કોંગ્રેસ વારંવાર ભાજપના બદલે આમ આદમી પાર્ટીનો જ વિરોધ કરી રહી છે. 'ખેડૂત આંદોલન તોડવા માટે સતા પક્ષ તરફથી કોંગ્રેસને પડીકા મળ્યા' AAP નેતા પંકજ રાણસરીયાએ જણાવ્યું હતું કે, 2 ફેબ્રુઆરીથી હું પાલભાઈ આંબલીયા સાથે ખેડૂતોના હિતમાં ખેડૂતોના પ્રશ્ને લડાઈ લડવા માટે ખેસ ઉતારીને જોડાયો છું. ટંકારામાં પણ રેલી યોજી હતી અને આ સમય પણ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનનું કહી 3 કિલોમીટર દૂર એક જગ્યાએ ટ્રેકટર સાઈડમાં રખાવી પાલભાઈએ એકલાએ ભાષણ કર્યું હતું. રાણસરીયાએ વધુમાં કહ્યું કે, આ પછી ગાંધીનગરનું કહી ખેડૂતોને લઇ ગયા બાદ વાસ્તવિક રીતે ગાંધીનગર સુધીની મંજૂરી જ ન માંગી અને કોંગ્રેસની સભામાં ખેડૂતોને લઇ ગયા એ સમયે મેં કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસના બેનર અને ઝંડા ઉતારી લેશો તો ખેડૂતો સભામાં જોડાશે તેવી બે હાથ જોડી વિનંતી કરી હતી. પરંતુ કોંગ્રેસે બેનર ન હટાવી ખેડૂતોની એકતા તોડવાનું ખેડૂતોનું આંદોલન તોડવાનું કામ કર્યું છે. ખેડૂત આંદોલન તોડવા માટે સતા પક્ષ તરફથી કોંગ્રેસને પડીકા મળી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    "પાણી નહીં મળે તો અમે રાજીનામું આપી દેશું":​માંગરોળમાં પાણીની વિકરાળ અછત: રોષે ભરાયેલી જનતાએ સભ્યોના ઘરો ઘેર્યા, 'પાણી આપો નહિતર રાજીનામું લો'ની ચીમકીથી રાજકારણ ગરમાયું,ભાજપ ના જ સદસ્યોએ રાજીનામાની ઉચ્ચારી ચીમકી
    Next Article
    દ્વારકાના 6 ગામોના ખેડૂતોની વીજ સમસ્યાથી ત્રાહિમામ:PGVCL કચેરીએ ખેડૂતોનો પહોંચ્યા, કાર્યપાલક ઇજનેરને ખેતી માટે નિયમિત વીજળી આપવા માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment