Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:CCTVથી એક વર્ષમાં 54 ગુના ઉકેલાયા, ઓનલાઇન પેમેન્ટ નહીં કરી ચીટિંગ કરનારા બાઇકચાલકને ફૂટેજથી શોધી કાઢ્યો

    17 hours ago

    વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા શહેરમાં મુખ્ય ચાર રસ્તા તેમજ શહેરમાં પ્રવેશ અને બહાર જવાના તમામ માર્ગો સહિત વિવિધ વિસ્તારોમાં કુલ 221 CCTV કેમેરા લગાવાયા છે. આ તમામ કેમેરાનું સંચાલન પોલીસ દ્વારા હેડ ક્વાર્ટર ખાતે બનાવાયેલા કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન શહેરના ત્રણેય પોલીસ મથકોમાં નોંધાયેલા તેમજ અન્ય મળી કુલ 54 ગુનાઓનો ભેદ CCTVની મદદથી ઉકેલાયો છે. હાલમાં જ, રાધનપુર ચોકડી પાસે મોડી‎રાત્રે બનેલા ઉત્તર પ્રદેશના યુવકના અકસ્માત કેસમાં CCTV ફૂટેજના આધારે‎ટ્રેલરે અકસ્માત કર્યો નહોતો, પરંતુ યુવકે જ ટ્રેલર સામે પડતું મૂકીને આત્મહત્યા‎કરી હોવાનું બહાર આવ્યું હતું. કમાન્ડ કંટ્રોલ રૂમના PSI સુથારના જણાવ્યા‎મુજબ, ચેઇન સ્નેચિંગ, ચોરી, મારામારી અને ખાસ કરીને મહિલાઓને રિક્ષામાં‎બેસાડી તેમની નજર ચૂકવીને મુસાફર બની બેઠેલા અજાણ્યા લોકો દ્વારા કરાતી‎રોકડ અને દાગીનાની ચોરી જેવા કેસોમાં CCTV મદદરૂપ બન્યા છે. એટલું જ‎નહીં, કોઈ વ્યક્તિ લેપટોપ, પ્રોજેક્ટર જેવી વસ્તુ વાહનમાં ભૂલી જાય તો પણ‎કેમેરાની મદદથી વાહનનો નંબર મેળવી ડ્રાઈવરનો સંપર્ક કરીને તે વસ્તુ પરત‎અપાવવાની કામગીરી પણ કરવામાં આવી છે.‎ ફટાકડાની લારીવાળી મહિલાને ₹8000 અપાવ્યા મહેસાણા શહેરનાં સંતોષબેન દંતાણી બીકે સિનેમા પાસે લારીમાં ફટાકડાનું વેચાણ કરે છે. ગત દિવાળીના દિવસોમાં એક અજાણ્યો યુવક બાઇક પર આવી ₹8000ના ફટાકડા ખરીદી ઓનલાઇન પેમેન્ટ કર્યાનું કહી ચાલ્યો ગયો હતો. પરંતુ તેમના ખાતામાં રકમ જમા ન થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો. કમાન્ડ કંટ્રોલ રૂમની ટીમે CCTV ફૂટેજ તપાસી GJ 02 BR 5583 નંબરના બાઈક ચાલક સુધી પહોંચી, સંતોષબેનને તેમના ₹રૂ.8000 પરત અપાવ્યા હતા. વાયબ્રન્ટ સમિટમાં લેપટોપ પરત મળ્યું મહેસાણા નજીક ખેરવા ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ સમિટ 2025 દરમિયાન વડોદરાની સવિતા ઓઇલ મિલ કંપનીના પ્રતિનિધિ લોકેશ મિસ્ત્રી યુનિવર્સિટીમાં જતા સમયે બોલેરો ગાડીમાં પોતાનું લેપટોપ ભૂલી ગયા હતા. કમાન્ડ કંટ્રોલ રૂમની ટીમે CCTV ફૂટેજનું વિશ્લેષણ કરી ONGCની બોલેરો ગાડી શોધી કાઢી અને લેપટોપ પરત મેળવી લોકેશ મિસ્ત્રીને આપ્યું હતું. ભૂલથી લઈ ગયેલ એક્ટિવા શોધી પરત અપાવ્યું‎ ડાહ્યાભાઈ ગોવાભાઈ ચૌધરી 23 ડિસેમ્બર 2025ના રોજ GJ 02 BF‎3293 નંબરનું એક્ટિવા કોઈ લઈ ગયું હોવાની ફરિયાદ સાથે કમાન્ડ‎કંટ્રોલ રૂમ પહોંચ્યા. CCTV તપાસમાં એક શખ્સ તે લઈને રાધનપુર‎સર્કલ તરફ જતો જોવા મળ્યો. બાદમાં આસપાસ તપાસ કરતા જાણવા‎મળ્યું કે યુવકે ભૂલથી પોતાની ચાવી બીજા એક્ટિવામાં લાગી જતા તે‎લઈ ગયો હતો. પોલીસે એક્ટિવા શોધી માલિકને પરત આપ્યું હતું.‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:લોકો ડરના માર્યા એક જ દિવસમાં 500ને બદલે 1300 ગેસ બોટલ લઇ ગયા, તંત્રે કહ્યું-સમસ્યા નથી
    Next Article
    લીંબડી સરસ્વતી વિદ્યાલય ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું‎:સોલાર પેનલ, ડ્રિપ ઈરિગેશન, ઓર્ગેનિક ખેતી સહિતની 22 કૃતિ રજૂ કરવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment