Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:લોકો ડરના માર્યા એક જ દિવસમાં 500ને બદલે 1300 ગેસ બોટલ લઇ ગયા, તંત્રે કહ્યું-સમસ્યા નથી

    16 hours ago

    ખાડી દેશોના યુદ્ધને પગલે દેશમાં ગેસ સંકટ ઘેરું બની રહ્યું છે. ત્યારે ઘરેલું ગેસ સિલિન્ડર નહીં મળે અથવા ભાવ વધી જશેની ચિંતા અને ભય વચ્ચે બુધવારે મહેસાણા શહેર સહિત જિલ્લાની ગેસ એજન્સીઓ પર ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જ્યાં રોજના 500 જેટલા સિલિન્ડરનું વિતરણ થતું હતું, ત્યાં આજે 1300થી વધુ સિલિન્ડરનું એક જ દિવસમાં વિતરણ થયું હતું. જોકે, જિલ્લા વહીવટી તંત્રનું કહેવું છે કે, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી લોકો બિનજરૂરી સંગ્રહ ન કરે તેમજ જરૂરિયાત વગર બુકિંગ ના કરાવે. બીજીતરફ, ગેસ સંકટને લઇ સંભવિત કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા સ્થાનિક મામલતદારોને ઓ ચિંતી તપાસ કરવા આ દેશ કરાયા છે. મહેસાણા શહેરના મોહનપુરા રોડ પર આવેલી પી.બી. પટેલ એજન્સી પર સવારથી ગ્રાહકોની લાંબી લાઇનો લાગી હતી. વાહન પાર્ક કરવાની પણ જગ્યા મળવી મુશ્કેલ હતી. આ અંગે એજન્સીએ જણાવ્યું કે, હોમ ડિલિવરી બંધ હોવાના કારણે લાંબી લાઇનો લાગી છે. યુદ્ધની સ્થિતિ પહેલાં રોજના 500 થી 550 સિલિન્ડરનું વિતરણ થતું હતું. 1674 સિલિન્ડરનો નવો સ્ટોક આવ્યો છે, તેમાંથી 1300 સિલિન્ડરનું એક જ દિવસમાં વિતરણ થઇ ચૂક્યું છે. એટલે કે, સરેરાશ કરતાં અઢી ગણા વધુ સિલિન્ડરનું વિતરણ થયું છે. ફોન પર બુકિંગ ન થતાં મગુનાથી બાટલો લેવા આવ્યો છું‎ ગ્રાહકોને સમયસર‎ગેસ આપવા સૂચના‎ જિલ્લાની 38 ગેસ‎એજન્સીઓના પ્રતિનિધિઓ‎તેમજ IOCL, HPCL અને‎BPCLના સેલ્સ ઓફિસરો તેમજ‎સાબરમતી ગેસના પ્રતિનિધિ‎સાથે નિવાસી અધિક કલેક્ટર‎જે.કે.જેગોએ કલેક્ટર કચેરી ખાતે‎બેઠક યોજી હતી.‎ LPG સિલિન્ડરોનો બિનજરૂરી‎સંગ્રહ તથા કાળાબજારી ન થાય‎તેની તકેદારી રાખવા, તેમજ‎ગ્રાહકોને સમયસર ગેસ પૂરો પાડ‎વા, નિયત ભાવ, રિસિપ્ટ અને‎વજન મુજબ સિલિન્ડર આપવા‎કડક સૂચના આપી હતી.‎ ઓનલાઇન માધ્યમથી જોડાયેલા‎તમામ તાલુકા મામલતદારો,‎નાયબ મામલતદારોને ગેસ‎એજન્સીઓની નિયમિત તપાસ‎કરવા તેમજ ગેરરીતિના કિસ્સામાં‎આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ‎તથા LPG કંટ્રોલ ઓર્ડર મુજબ‎શિક્ષાત્મક કાર્યવાહી કરવા તાકીદ‎કરાઇ હતી.‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:મનપાના બજેટ માટે 395 સૂચનો, સૌથી વધુ 337 આંતરિક રસ્તા નવા બનાવાની માગણી
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:CCTVથી એક વર્ષમાં 54 ગુના ઉકેલાયા, ઓનલાઇન પેમેન્ટ નહીં કરી ચીટિંગ કરનારા બાઇકચાલકને ફૂટેજથી શોધી કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment