Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:મનપાના બજેટ માટે 395 સૂચનો, સૌથી વધુ 337 આંતરિક રસ્તા નવા બનાવાની માગણી

    15 hours ago

    મહેસાણા મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષના બજેટની તૈયારીઓ પૂર્ણતાના તબક્કે પહોંચી ગઈ છે. એકાદ અઠવાડિયામાં બેઠક યોજી બજેટ રજૂ કરવામાં આવશે. તે પહેલાં નગરજનો પાસેથી બજેટ માટે જાહેર સૂચનો માગ્યા હતા, જેમાં શહેરમાંથી ઓનલાઇન કુલ 395 સૂચનો મળ્યા છે. જેમાં સૌથી વધુ 337 સૂચનો આંતરિક રસ્તાઓના નવીનીકરણને લગતાં છે. જેમાં નાગલપુર કોલેજ રોડ, સનાપાર્ક, શોભાસણ રોડ સહિતના વિસ્તારોમાંથી રસ્તા સુધારણા અને નવા રસ્તાઓના કામ અંગે રજૂઆતો કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા પાણી અને ડ્રેનેજ લાઇનથી વંચિત વિસ્તારોમાંથી પણ પાણી અને ડ્રેનેજની સુવિધા માટે સૂચનો કરાયાં છે. રાધનપુર રોડ, બાવનના નેળિયા, સી-લિંક રોડ, રાજકમલ પાછળ તથા સૌંદર્ય ગ્રીન સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ અને નર્મદા પાણી માટે સૂચન છે. પ્રાથમિક સુવિધાઓ સાથે નાગરિકોએ નવા સિનિયર સિટિઝન પાર્ક, ગાર્ડન, યુવાનો માટે સ્પોર્ટ્સ સંકુલ, પુસ્તકાલય તથા આધુનિક શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચનો કર્યા છે. મળેલા સૂચનો પૈકી મોટા ભાગના સૂચનો બજેટમાં વોર્ડવાર અને શાખાવાર તારવીને લઇ લીધા છે. કેટલાકે એકથી વધુ મુદ્દા અંગે સૂચનો આપ્યા હોવાથી કોમન મુદ્દા અલગ કરી સમાવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:ઉત્તર ગુજરાતનો 80 ટકા વિસ્તાર હીટવેવની ચપેટમાં‎, 40.7 ડિગ્રી સાથે ડીસા દેશનું સાતમું સૌથી ગરમ શહેર રહ્યું
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:લોકો ડરના માર્યા એક જ દિવસમાં 500ને બદલે 1300 ગેસ બોટલ લઇ ગયા, તંત્રે કહ્યું-સમસ્યા નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment