Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેધર રિપોર્ટ:ઉત્તર ગુજરાતનો 80 ટકા વિસ્તાર હીટવેવની ચપેટમાં‎, 40.7 ડિગ્રી સાથે ડીસા દેશનું સાતમું સૌથી ગરમ શહેર રહ્યું

    10 hours ago

    બુધવારે 40.7 ડિગ્રી સાથે ડીસા દેશનું સાતમું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતનો 80 ટકા વિસ્તાર હીટવેવની ચપેટમાં આવી ગયો હતો. ઉત્તર ગુજરાતમાં બુધવારે રાત્રે તાપમાનમાં પોણા બે ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી આસપાસ રહ્યું હતું. જ્યારે અડધા ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 39.6 થી 40.7 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. તાપમાન ઘટવા છતાં આકરી ગરમીનું જોર યથાવત રહ્યું હતું. તેની પાછળ બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ તેમજ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ હીટવેવ જવાબદાર રહી હતી. સામાન્ય રીતે 11 માર્ચે ઉત્તર ગુજરાતમાં દિવસનું તાપમાન 33.7 થી 34 ડિગ્રી વચ્ચે રહેવું જોઈએ, તેની સામે 7 ડિગ્રી સુધી ઊંચું રહ્યુ઼ં છે. ગરમી વધતાં જનજીવન પર તેની અસર દેખાઇ બપોરના સમયે લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આકરી ગરમીના કારણે લૂ લાગવાની તેમજ ડિહાઇડ્રેશન જેવી સમસ્યા વધવાની ભીતિ રહે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મજૂરો માટે મુશ્કેલી વધી રહી છે. બીજી તરફ, પીવાના પાણી અને વીજળીની માંગમાં પણ વધારો થયો છે. બજારો અને જાહેર સ્થળોએ બપોરના સમયે લોકોની અવરજવર ઘટી ગઈ છે, તબીબો દ્વારા લોકોને પૂરતું પાણી પીવા અને બપોરના સમયે તડકામાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. સતત 11 કલાક પારો 31 ડિગ્રીની પાર રહ્યો બુધવારે સવારે 8.30 કલાકે તાપમાન 25.4 ડિગ્રી હતું. ત્યારબાદ માત્ર 3 કલાકમાં 10 ડિગ્રીના વધારા સાથે 11.30 કલાકે 36 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. બપોરે તાપમાન 40.7 ડિગ્રીએ પહોંચ્યા બાદ ઉતરવાનું શરૂ થયું હતું. સાંજે 5.30 કલાકે 37 ડિગ્રી અને રાત્રે 8.30 કલાકે પણ 31 ડિગ્રી તાપમાનના કારણે વાતાવરણ ગરમ રહ્યું હતું. દિવસ દરમિયાન સતત 11 કલાક તાપમાન 31 ડિગ્રી પાર રહ્યું હતું. આજથી હીટવેવનું જોર ઘટશે, છતાં 2 દિવસ રાહત નહીં‎ હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા અને‎પાટણમાં તથા શુક્રવારે બનાસકાંઠામાં હીટવેવ રહેશે. હીટવેવનું જોર‎ઘટવા છતાં બે દિવસ હજુ આકરી ગરમી રહેશે. જો કે 14 માર્ચથી‎વાતાવરણમાં પલટા સાથે ગરમીનું જોર 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. આ‎દરમિયાન વાતાવરણ વાદળછાયું રહી શકે છે.‎
    Click here to Read More
    Previous Article
    Shot fired at Farooq Abdullah from point-blank range, he escapes unhurt; assassination bid: Omar
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:મનપાના બજેટ માટે 395 સૂચનો, સૌથી વધુ 337 આંતરિક રસ્તા નવા બનાવાની માગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment