Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ યુવક પર કીટલીથી હુમલો કર્યો, CCTV:માથામાં 5 ઘા મારતા 9 ટાંકા આવ્યા, ગંભીર ઇજા થતા ગુનો નોંધાયો, અમરેલીની ઘટના

    2 days ago

    અમરેલી શહેરમાં મોડી રાત્રે કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ એક યુવક પર કીટલી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકના માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને 9 ટાંકા આવ્યા હતા. ઘટના બાદ યુવકને પ્રથમ અમરેલી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સંદીપ ધાનાણી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મારામારીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. યુવકને જતા રહેવાનું કહીને સંદીપ ધાનાણીએ ચાના કાઉન્ટર પરથી કીટલી લીધી આ ઘટના સાવરકુંડલા બાયપાસ રોડ પર RTO ઓફિસ પાસે આવેલી રાજચામુંડા દુકાન પાસે બની હતી. ધર્મકુમાર જાગૃતભાઈ જોષીપુરા મોડી રાત્રે માવો-મસાલો લેવા ગયા હતા. તે સમયે સંદીપ ધાનાણી ત્યાં હાજર હતા. કોઈ કારણ વગર ધર્મકુમારને ત્યાંથી જતા રહેવાનું કહીને સંદીપ ધાનાણીએ ચાના કાઉન્ટર પરથી કીટલી લીધી હતી. યુવકને માથાના ભાગે 4 થી 5 ઘા માર્યા, ગંભીર ઈજા થતાં 9 ટાંકા આવ્યા સંદીપ ધાનાણીએ ધર્મકુમાર જોષીપુરાના માથાના ભાગે 4 થી 5 ઘા માર્યા હતા. જેના કારણે તેમને માથામાં અલગ-અલગ જગ્યાએ 9 ટાંકા આવ્યા હતા અને હેમરેજ જેવી ગંભીર ઇજા થઈ હતી. હુમલા બાદ ધાનાણીએ ધર્મકુમારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ઇજાગ્રસ્ત ધર્મકુમારને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં સંદીપ ધાનાણી (રહે. ગજેરાપરા) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કોણ છે આરોપી સંદીપ ધાનાણી? સંદીપ ધાનાણી અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ છે. તેઓ ગુજરાતના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના કુટુંબીક ભાઈ થાય છે. આ ઘટનાને કારણે અમરેલી શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના હોદ્દેદાર સામે ગુનો નોંધાતા આ અંગે ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. લતા જોષીપુરાએ વધુમાં સ્પષ્ટતા કરી કે, સંદીપ ધાનાણી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના સગા ભાઈ નથી, પરંતુ કાકાના દીકરા થાય છે. ‘સંદીપ ધાનાણી તેમની પત્ની પૂજા ધાનાણી સાથે ઝઘડો કરી રહ્યા હતા’ ઇજાગ્રસ્ત ધર્મકુમારના પત્ની લતા જોષીપુરાએ જણાવ્યું કે, તેમના પતિ હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે કહ્યું કે, સંદીપ ધાનાણી તેમની પત્ની પૂજાબેન ધાનાણી સાથે ઝઘડો કરી રહ્યા હતા. આથી 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ ગયાના પાંચ મિનિટ પછી હુમલો કર્યો પોલીસના ગયાના પાંચ જ મિનિટ પછી તેમના પતિ ચામુંડા પાન ગલ્લા પર માવો ખાવા ગયા હતા. તે ગલ્લો સાવરકુંડલા બાયપાસ ચોકડી પાસે આવેલો છે. ત્યાં સંદીપ ધાનાણીએ તેમના પતિના માથામાં ચાની કીટલી મારી હતી. તેમને ત્રણ જગ્યાએ ઇજા થઈ છે અને માથામાં નવ ટાંકા આવ્યા છે. હાલ તેમનું સીટી સ્કેન કરાવવાનું કહેવામાં આવ્યું છે. ઈજાગ્રસ્ત ધર્મકુમાર જોશીપુરાના જણાવ્યા અનુસાર,112 પોલીસ વાન રવાના થયાના પાંચ જ મિનિટ બાદ ધર્મકુમાર પાનના ગલ્લા પર પહોંચતા સંદીપ ધાનાણીએ તેમના પર આ જાનલેવા હુમલો કરી દીધો હતો. અમરેલી સિટી પોલીસે સંદીપ ધાનાણી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી બનાવ અંગે અમરેલી સિટી પોલીસે સંદીપ ધાનાણી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપી સંદીપ ધાનાણી અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ હોવા ઉપરાંત ગુજરાતના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના કાકાનો દીકરો થતો હોવાથી આ બનાવને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ચારે તરફ સર્ચા ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 100 પોઇન્ટની તેજી:74,900 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટીમાં પણ 50 પોઇન્ટનો ઉછાળો; બેન્કિંગ અને ઓટો શેરોમાં વધુ ખરીદી
    Next Article
    કેતન હત્યાકાંડમાં પિતાએ કહ્યું- સિયાના પરિવાર પર શંકા:માતા-પિતા, કાકા-કાકી અને ભાઈ પણ કાવતરામાં સામેલ; ચાર્જશીટની કોપી સહિત 5 માંગણીઓ રજૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment