Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના મંદિરમાં ચોરી કરતી મહિલા CCTVમાં કેદ:વાલેવડાના ખોડિયાર, ચામુંડ અને મેલડી માતાજીના મઢમાંથી 45 હજારના 34 ચાંદીના છતર ચોરાયા

    6 hours ago

    પાટડી પંથકના વાલેવડા ગામમાં આવેલા ત્રણ મંદિરોમાં ચોરી થઈ છે. ખોડિયાર માતાજીના મંદિરમાંથી 17 ચાંદીના છતર, ચામુંડ માતાજીના મંદિરમાંથી 11 અને મેલડી માતાજીના મંદિરમાંથી 6 ચાંદીના છતર ચોરાયા છે. કુલ 34 ચાંદીના છતર ચોરાયા છે, જેની કિંમત 45,000 રૂપિયા આંકવામાં આવી છે. આ અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ચોરી થયેલા મંદિરોમાં વાલેવડા ગામના કિરણ સુખા વાઘેલાના કુટુંબના ખોડિયાર માતાજીના મઢમાંથી 17 ચાંદીના છતર ચોરાયા છે. લાલજીભાઈ હજુરભાઈ કલાડીયાના ચામુંડ માતાજીના મઢમાંથી 11 ચાંદીના છતર અને નખાજી રેવાજી નદીસારીયાના કુટુંબના મેલડી માતાજીના મઢમાંથી 6 ચાંદીના છતરની ચોરી થઈ છે. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ વી.આઈ. ખડીયા આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે. આ ચોરીની ઘટનામાં એક મહત્વની જાણકારી સામે આવી છે. વાલેવડા ગામની શારદાબેન ચંદુ નદીસારીયા નામની મહિલા જ મંદિરમાંથી ચોરી કરતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ આ મહિલા વિરુદ્ધ દસાડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે. આ પહેલા પણ પાટડી પંથકમાં ચોરીની ઘટનાઓ બની છે. પાટડી ચાર રસ્તે આવેલા સેધોય માતાજીના મંદિરની દાનપેટી તોડીને રોકડ રકમ ચોરાઈ હતી. નાના ગોરૈયા ગામના ગઢીયા હનુમાનજી મંદિરમાંથી હનુમાનજી દાદાનો મુગટ, એક મોટું ચાંદીનું છત્ર, પાંચ નાના છત્ર, બે હાથના કુડા, એક પગના તોડા અને બે કાનના કુંડળ ચોરાયા હતા. આ ઉપરાંત, દાનપેટીમાંથી આશરે 5,000 રૂપિયા રોકડા પણ ચોરાયા હતા. કુલ 750 ગ્રામ ચાંદીના આભૂષણો અને રોકડ મળીને 1,30,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી 1.64 કરોડની છેતરપિંડી:વલસાડ સાઇબર સેલે ડીસાથી 2 આરોપીને ઝડપ્યા, રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે
    Next Article
    ચોરવાડ લોકમેળામાં દારૂની ખાલી બોટલોની રેલમછેલ, VIDEO VIRAL:દારૂની બોટલોના ઢગલાના વીડિયો બાદ DySP દિનેશ કોડીયાતરે તપાસના આદેશ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment