Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરવાડ લોકમેળામાં દારૂની ખાલી બોટલોની રેલમછેલ, VIDEO VIRAL:દારૂની બોટલોના ઢગલાના વીડિયો બાદ DySP દિનેશ કોડીયાતરે તપાસના આદેશ આપ્યા

    8 hours ago

    જુનાગઢના માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે યોજાયેલા લોકમેળા બાદ દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ચારથી વધુ મહિલા સફાઈ કર્મચારીઓ ડસ્ટબિનમાંથી દારૂની ખાલી બોટલો બહાર કાઢીને તેનો ઢગલો કરતી જોવા મળી રહી છે. આ ઘટનાને પગલે લોકમેળામાં દારૂનું સેવન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં જાહેર લોકમેળાના સ્થળે આટલી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવતાં સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. દારૂની આ બોટલો મેળાન સ્થળ સુધી પહોંચી કેવી રીતે? શું મેળામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થયું હતું? અને આ સમગ્ર બેદરકારી સામે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. વીડિયો ક્યાંનો છે તેની તપાસ કરીશું-DySP આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે જૂનાગઢ DySP દિનેશ કોડીયાતર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોરવાડના મેળામાં પૂરતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વીડિયો ક્યાંનો છે, કેટલો જૂનો છે અને કઈ ચોક્કસ જગ્યાનો છે, તે તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટડીના મંદિરમાં ચોરી કરતી મહિલા CCTVમાં કેદ:વાલેવડાના ખોડિયાર, ચામુંડ અને મેલડી માતાજીના મઢમાંથી 45 હજારના 34 ચાંદીના છતર ચોરાયા
    Next Article
    India Rejects Pak-China Border Commission, Slams "Theatrics"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment