Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી 1.64 કરોડની છેતરપિંડી:વલસાડ સાઇબર સેલે ડીસાથી 2 આરોપીને ઝડપ્યા, રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે

    6 hours ago

    શેર બજારમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને લોકો સાથે રૂ. 1,47,75,000 ની છેતરપિંડી કરવાના કેસમાં સાઈબર ક્રાઈમ પોલીસે ડીસાના બે ફરાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂરા થતાં કોર્ટે તેમને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. વલસાડના DySP એ. કે. વર્માએ જણાવ્યું કે, ઠગ ટોળકીએ એક નકલી ઇન્વેસ્ટમેન્ટ કંપની અને મોબાઇલ એપ બનાવી હતી. આ એપ દ્વારા શેરના ભાવ વધશે કે ઘટશે તેની ટીપ્સ આપીને વધુ નફો કમાવવાની લાલચ આપવામાં આવતી હતી. રોકાણકારો પાસેથી રૂ. 1,47,75,000 જેટલી રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેવાઈ હતી. એપમાં ખોટો નફો બતાવવામાં આવતો હતો. જ્યારે ફરિયાદીએ પોતાના પૈસા પાછા લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ નફાની રકમ પર 15% કમિશન માંગ્યું. આથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ અને તેમણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ જાણકારી, બેંક ખાતાની વિગતો અને માનવ સંસાધનની મદદ લીધી. સૌથી પહેલા આ ગુનામાં મુખ્ય આરોપી નરેન્દ્ર મહેશ માળીની ધરપકડ થઈ. તેની પૂછપરછમાં ફ્રોડના પૈસા જેમના ખાતામાં જમા થયા હતા, તેવા બીજા આરોપીઓના નામ સામે આવ્યા. પોલીસે તપાસ ઝડપી બનાવીને ડીસા અને રાજસ્થાનમાંથી બે મુખ્ય ફરાર આરોપીઓને પકડ્યા. તેમાં ભાર્ગવ નરેશ સોલંકી અને મેહુલ મહેન્દ્ર કછવાનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી મેહુલ કછવાના બેંક ખાતામાં સાઇબર ફ્રોડના રૂ. 18.70 લાખ જમા થયા હતા. પોલીસે જણાવ્યું કે, નરેન્દ્ર માળી લોકો સાથે છેતરપિંડી કરીને ફ્રોડના પૈસા આ બીજા આરોપીઓના બેંક ખાતાઓમાં જમા કરાવતો હતો. આ કેસમાં અત્યાર સુધી કુલ 3 આરોપીઓની ધરપકડ થઈ છે. બીજા એક આરોપી હાલ રિમાન્ડ પર છે. પોલીસે બેંક ખાતા સીઝ કરવાની અને અન્ય કોઈ સાથે આવી છેતરપિંડી થઈ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Bigg Boss 20: आम्रपाली काजी को कभी नहीं करेंगी नॉमिनेट, बताई वजह तो लवप्रीत को आया गुस्सा
    Next Article
    પાટડીના મંદિરમાં ચોરી કરતી મહિલા CCTVમાં કેદ:વાલેવડાના ખોડિયાર, ચામુંડ અને મેલડી માતાજીના મઢમાંથી 45 હજારના 34 ચાંદીના છતર ચોરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment