Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટારબગ કોફી શોપમાં યુવકના બેગમાંથી પર્સ ચોરીના CCTV:યુવતીએ ચોરી કરેલા ક્રેડિટ કાર્ડથી 27,000 રુપિયાનું શોપિંગ કરી નાખ્યું, નવરંગપુરામાં પોલીસ ફરિયાદ

    10 hours ago

    શહેરના લૉ ગાર્ડન પાસે આવેલા સ્ટારબગ કોફી શોપમાં યુવક આવ્યો હતો.યુવકને ફોન આવતા બેગ ટેબલ પર મૂકીને બહાર ગયો ત્યારે એક અજાણી યુવતી યુવકના ટેબલ પર આવી હતી જેને યુવકના બેગમાંથી પર્સ ચોરી કરી લીધું હતી જે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.યુવતીએ યુવકના ચોરી કરેલા પર્સમાંથી મળેલા ક્રેડિટ કાર્ડમાંથી 27 હજારની શોપિંગ પણ કરી છે જે મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સ્ટારબગમાં ચા પીતા હતા અને ફોન આવતા બહાર નીકળ્યા ત્રાગડમાં રહેતા રવિન્દ્ર યાદવની અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ એનીટાઈમ ફિટનેસ નામથી જીમ ચલાવે છે. રવિન્દ્રભાઈ રોજ અલગ અલગ જિમમાં વિઝીટ માટે જાય છે.26 સપ્ટેમ્બરે પણ બપોરે 2 વાગે પાલડીના જીમથી નીકળીને લો ગાર્ડન તરફ આવ્યા હતા, ત્યારે લૉ ગાર્ડન પાસે આવેલા સ્ટારબગમાં ચા પીવા માટે બેઠા હતા.આ દરમિયાન એક ફોન આવતા રવિન્દ્રભાઈ ટેબલ ઉપર બેગ મૂકીને ફોન પર વાતચીત કરવા માટે બહાર ગયા હતા.જે બાદ બેગ લઈને ગાડીમાં બેસ્યા હતા ત્યારે પર્સ ચેક કરતા પર્સ મળ્યું ન હતું. યુવતીએ ચોરી બાદ ક્રેડિટ કાર્ડમાંથી શોપિંગ કર્યું પર્સમાં 15000 રૂપિયા રોકડ હતા અને અમેરિકન એક્સપ્રેસ કંપનીનું ક્રેડિટ કાર્ડ હતું. તેમને શંકા જતા તેમણે સ્ટારબગમાં પૂછપરછ કરી અને સીસીટીવી ચેક કર્યા ત્યારે એક અજાણી યુવતી તેમના ટેબલ ઉપર આવી હતી અને બેગની બાજુમાં બેગ મૂકીને રવીન્દ્રભાઈના બેગમાંથી યુવતી પર્સ ચોરી કરતા દેખાતી હતી.થોડીવાર બાદ તેમના ક્રેડિટ કાર્ડમાંથી અલગ અલગ દુકાનમાંથી 27,000 ની ઓનલાઈન શોપિંગ થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું યુવતીએ પર્સ ચોરી કરીને 15,000 રોકડ અને 27,000ની ક્રેડિટ કાર્ડથી શોપિંગ કર્યા અંગે રવિન્દ્રભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર હાથમતી વિયરના પાણીથી લીમલા ડેમમાં 4 ટકા પાણી ભરાયું:કેનાલ દ્વારા 13 દિવસમાં 52 MCFT પાણી ઠાલવાયું, જળસપાટી વધીને 17.64 ટકા પહોંચી
    Next Article
    ગવાણા ગામે દસાડા-બેચરાજી ફોરલેન માર્ગનું ખાતમુહૂર્ત:145 કરોડના ખર્ચે ટૂ-લેનમાંથી ફોરલેનમાં રૂપાંતરિત કરાશે;પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment