Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર હાથમતી વિયરના પાણીથી લીમલા ડેમમાં 4 ટકા પાણી ભરાયું:કેનાલ દ્વારા 13 દિવસમાં 52 MCFT પાણી ઠાલવાયું, જળસપાટી વધીને 17.64 ટકા પહોંચી

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ 21 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે જળાશયો ખાલી છે. હિંમતનગરના હાથમતી વિયરમાં ભરાયેલા પાણીનો ઉપયોગ કરીને પ્રાંતિજના લીમલા ડેમમાં પાણી નાખવામાં આવી રહ્યું છે. સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ, 15 સપ્ટેમ્બરથી લીમલા ડેમમાં કેનાલ દ્વારા પાણી ભરવાનું શરૂ થયું હતું. તે સમયે ડેમમાં 14.23 ટકા પાણી હતું. અત્યાર સુધીમાં 13 દિવસમાં 52.05 MCFT એટલે કે 4 ટકા જેટલું વધુ પાણી ભરાયું છે. હાલમાં લીમલા ડેમમાં કુલ 17.64 ટકા પાણી છે. હાથમતી વિયરમાંથી કેનાલમાં 190 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાથમતી વિયર હાલમાં સાડા ચાર ફૂટથી વધુ ભરાયેલો છે. વિયરમાં એક ફૂટ પાણી ઓછું થતાં કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ થશે. પ્રાંતિજ તાલુકામાં 26 ઇંચ અને હિંમતનગર તાલુકામાં 24 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રાંતિજ તાલુકાનો કરોલ ડેમ પણ ખાલી છે.
    Click here to Read More
    Previous Article
    રાજનાથ સિંહની ચેતવણી-પાકિસ્તાન નહીં સુધરે તો દરેક કાર્યવાહી માટે તૈયાર:આતંકવાદ અને વાતચીત સાથે ન ચાલી શકે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન નહીં કરીએ
    Next Article
    સ્ટારબગ કોફી શોપમાં યુવકના બેગમાંથી પર્સ ચોરીના CCTV:યુવતીએ ચોરી કરેલા ક્રેડિટ કાર્ડથી 27,000 રુપિયાનું શોપિંગ કરી નાખ્યું, નવરંગપુરામાં પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment