Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલા મિત્રતા કેળવી પછી મિત્રના ઘરમાં ઘૂસીને ચોરી કરી, CCTV:વડોદરામાં વીજ પોલ પર ચડીને તસ્કર ઘરમાં ઘૂસ્યો ને 250 UK પાઉન્ડ, રોકડા રૂપિયા, સોનાના દાગીના સહિત 4.14 લાખની મત્તાની ચોરી કરી

    11 hours ago

    વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં ફૂટવેરના વેપારીના બંધ મકાનમાં થયેલી પાઉન્ડ, રોકડા રૂપિયા અને સોનાના દાગીના સહિત 4.14 લાખ રૂપિયાની મત્તાની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે અને આરોપીની ધરપકડ કરી છે. આરોપી પહેલા ફરિયાદી સાથે મિત્રતા કેળવી હતી અને પછી રેકી કરીને ચોરીને અંજામ આપ્યો હતો. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતા અને રાવપુરા ખાતે “લંડન શૂ” નામની ફુટવેર દુકાન ચલાવતા વસીમ એહમદ મકસુદએહમદ મલીક (ઉ.વ. 33)એ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 24/04/2026ના રોજ તેમની દાદીનું હાલોલ ખાતે અવસાન થતાં તેઓ પરિવાર સાથે બપોરે ત્યાં ગયા હતા. ત્યારબાદ તા. 25/04/2026ના રોજ સવારના સમયે દાદીનું અંતિમ સંસ્કાર યાકુતપુરા ખાતે કરવા માટે પરિવાર સાથે પરત આવ્યા હતા. વિધિ પૂર્ણ કર્યા બાદ તેઓએ બપોરે આશરે 12:30 વાગ્યે મકાનને તાળું મારી સામેવાળા અમીન સાહેબને ચાવી સોંપી ફરી હાલોલ જવા નીકળી ગયા હતા. તા. 27/04/2026ના રોજ સાંજે તેઓ ઘરે પરત આવ્યા અને તા. 30/04/2026ના રોજ પરિવારના અન્ય સભ્યો પણ ઘરે આવ્યા હતા. આ દરમિયાન તેમની માતા અને બહેન દ્વારા તિજોરીની ચાવી શોધવા છતાં ન મળતા રાત્રે આશરે 10 વાગ્યે કારીગર બોલાવી તિજોરીનું લોક તોડવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન તિજોરીમાં રાખેલા સોનાના દાગીના, રોકડ રકમ તથા વિદેશી ચલણ ચોરી થયેલ હોવાનું બહાર આવ્યું હતું. ચોરી ગયેલા મુદ્દામાલમાં અંદાજે 8 ગ્રામ તથા 5 ગ્રામની સોનાની ચેઇન, 4 ગ્રામની સોનાની વીંટી, 5 ગ્રામની ડાયમંડ પેન્ડલ બુટ્ટી, 3 ગ્રામની લટકણ બુટ્ટીની જોડી, 1.50 ગ્રામની બે બાળી સહિત કુલ સોનાના દાગીના ઉપરાંત યુ.કે.ના 250 પાઉન્ડ (અંદાજિત રૂ. 32,250) અને રોકડ રૂપિયા 15,000 મળીને કુલ 4,14,248 રૂપિયાના મુદ્દામાલનો સમાવેશ થતો હતો. આ બનાવ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન માહિતી મળી કે, આજવા રોડ બહાર કોલોનીમાં રહેતો અનસ ફરીદભાઈ કાદરભાઈ દુધવાલા યાકુતપુરામાં ઘરફોડ ચોરી કરી ચોરાયેલો મુદ્દામાલ વેચવાની ફિરાકમાં છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે મેમણ કોલોની નાકા પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમ્યાન તેના પાસેથી કોઈ બિલ કે આધાર પુરાવા વગરના સોનાના દાગીના, રોકડ રકમ તથા વિદેશી ચલણ મળી આવ્યું હતું. આરોપી પાસેથી બે સોનાની ચેઇન, એક વિંટી, ચાર બુટ્ટી, એક ડાયમંડ પેન્ડલ, બે કડી, રોકડ રૂ. 13,700 અને 250 યુ.કે. પાઉન્ડ મળી કુલ રૂ. 3,86,615નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ યાકુતપુરામાં એક બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી અનસના પિતા દરજી છે અને વર્ષોથી ફરિયાદી વસીમ એહમદના પરિવારના કપડાં સીવવાનું કામ કરે છે. અનસ પણ અવારનવાર કપડાં આપવા-લેવા આવતો હતો અને તેમના ઘરે ચા-નાસ્તો પણ કરતો હતો. એટલે તેને ઘરની તમામ વિગતોની ખબર હતી. આ ઉપરાંત વસીમ એહમદના શોરૂમ પર નાસ્તો લઈને પણ જતો હતો અને અનશે વસીમ એહમદ સાથે મિત્રતા કેળવી હતી અને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આરોપીએ ચોરી કરવા માટે ઘરની રેકી કરી હતી અને ઘર પાસે જઈને જોયું કે ઘરની સામે એક લોખંડનો થાંભલો છે. તે થાંભલા પર ચડીને સીધો પહેલા માળે ઘરની અંદર ઘૂસી ગયો હતો. ઘરના અંદરના દરવાજા ખુલ્લા જ હતા, એટલે તેને સરળતા રહી હતી. પોલીસ સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ:રથયાત્રાના રૂટ પર લગાવાતી કેસરિયા ધ્વજા બનાવવા સહિતની કામગીરી શરુ, વૈશાખ સુદ ત્રીજે રથનું પૂજન
    Next Article
    યુવક પર હુમલા મામલે ચાર શખસની ધરપકડ:કરચલીયાપરામાં પોલીસમાં અરજી કર્યાની અદાવતે યુવકને ધોકા વડે માર માર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment