Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવક પર હુમલા મામલે ચાર શખસની ધરપકડ:કરચલીયાપરામાં પોલીસમાં અરજી કર્યાની અદાવતે યુવકને ધોકા વડે માર માર્યો હતો

    13 hours ago

    ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા યુવકને બે મહિના પહેલા માથાકૂટ થઈ હતી. જે મામલે યુવાને પોલીસ મથકમાં શખ્સો વિરુદ્ધ અરજી કરી હતી, જેની દાઝ રાખી બે દિવસ પહેલા ચાર શખસોએ યુવકને ધોકાથી માર મારી ગંભીર ઈજા પહોંચાડતા ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ ગંગાજળિયા પોલીસ ચારેય શખ્સની ધરપકડ કરી લીધી હતી. પોલીસ અરજી કર્યાંની અદાવતમાં હુમલો કર્યો હતો આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથેકથી મળતી વિગતો અનુસાર, શહેરના કરચલીયા પરા વિસ્તારમાં વિશાલ ઉર્ફે ટેક્સી મકવાણાએ બે દિવસ પૂર્વે ગંગાજળીયા પોલીસ મથકમાં કરચલીયા પરા વિસ્તારના આગરીયાવાડમાં રહેતા ગોપાલ, ઈશ્વર પરમાર, ધાર્મિક ઉર્ફે ભીમો રાજુભાઈ વાજા, ક્રિશ ચૌહાણ સામે ફરીયાદ નોંધાવી હતી. બે મહિના પહેલા આરોપીઓ સાથે માથાકુટ થઈ હતી જેથી પોલીસ મથકમાં અરજી કરી હતી જેની દાઝ રાખી 4 મેના રોજ શખસોએ તલવાર સાથે ઘસી આવી તેને ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. પોલીસે ચાર આરોપીને દબોચ્યા આ દરમિયાન તેના મિત્ર ધાર્મિક ચુડાસમા સહિતના છોડાવવા આવી જતા શખસો બાઈક ઉપર નાસી છુટ્યા હતા. બનાવના પગલે ઘોઘારોડ પોલીસે શખસો સામે BNS એક્ટ 115(2), 352, 54, જીપી એક્ટ 135, મુજબ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી ચારેય શખસની ધરપકડ કરી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પહેલા મિત્રતા કેળવી પછી મિત્રના ઘરમાં ઘૂસીને ચોરી કરી, CCTV:વડોદરામાં વીજ પોલ પર ચડીને તસ્કર ઘરમાં ઘૂસ્યો ને 250 UK પાઉન્ડ, રોકડા રૂપિયા, સોનાના દાગીના સહિત 4.14 લાખની મત્તાની ચોરી કરી
    Next Article
    અરવલ્લીમાં રેવન્યુ તલાટી 5 હજારની લાંચ લેતા ઝડપાયા:ACB એ જમીનમાં નામ દાખલ કરવા માંગેલી લાંચનો ટ્રેપ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment