Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાયોમેટ્રિકથી CCTV દેખરેખ સુધી ત્રિસ્તરીય સુરક્ષા:રી-નીટ : મહેસાણાના પાંચ અને કડીના એક કેન્દ્રમાં આજે 2031 ઉમેદવારો પરીક્ષા આપશે

    1 day ago

    નીટ પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કૌભાંડ બાદ રવિવારે મહેસાણાના પાંચ કેન્દ્રોમાં 1745 અને કડીના એક કેન્દ્રમાં 286 મળી કુલ 2031 ઉમેદવારો રી-નીટ પરીક્ષા આપશે. પરીક્ષાની પારદર્શિતા જળવાય તે માટે તમામ કેન્દ્રો પર સીસીટીવી, વીડિયોગ્રાફી, બાયોમેટ્રિક ચકાસણી અને જામર જેવી વ્યવસ્થા કરાશે. મેડિકલ અને પેરા-મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જરૂરી આ પરીક્ષા મહેસાણાના સાર્વજનિક સંકુલ સ્થિત જે.એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયમાં 480, વર્ધમાન વિદ્યાલયમાં 360, આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં 480 અને એમ.એમ.વી. સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં 185 તેમજ ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયમાં 240 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે કડીના આરએસપીએમ સર્વ વિદ્યાલય હાઈસ્કૂલમાં 286 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી પ્રવેશ અપાશે શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષાર્થીઓએ એડમિટ કાર્ડ, આધારકાર્ડની નકલ તથા પાસપોર્ટ સાઇઝ અને પોસ્ટકાર્ડ સાઇઝના ફોટોગ્રાફ સાથે લાવવાના રહેશે. પરીક્ષા માટેની બોલપેન એજન્સી પૂરી પાડશે. ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે. બાયોમેટ્રિક વેરિફિકેશન, ઓળખ ચકાસણી અને સુરક્ષા તપાસ બાદ જ કેન્દ્રમાં પ્રવેશ મળશે. બપોરે 1:30 વાગ્યે પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવશે અને ત્યાર બાદ કોઈ ઉમેદવારને પ્રવેશ આપવામાં નહીં આવે. પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે.
    Click here to Read More
    Previous Article
    સાબરમતીથી ઉપડતી ટ્રેન મહેસાણા સાંજે 6.48 કલાકે આવશે:22 જૂનથી શરૂ થશે સાબરમતી લાલગઢ દૈનિક ટ્રેન,ભાડું 2440
    Next Article
    પાકિસ્તાની છોકરી સાથે પ્રેમ, લગ્ન ને પછી ફાંસીની સજા:મિત્રની ભૂલથી પકડાયો ઇન્દિરા ગાંધીનો 'બ્લેક ટાઇગર'; જાસૂસ રવીન્દ્ર કૌશિક પાર્ટ-2

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment