Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંબા સમય સુધી પાર્ક રહેતા ટ્રકની ચોરી, CCTV:ઈચ્છાપોરમાં આંતરરાજ્ય કનેક્શન ધરાવતા 2 રીઢા આરોપીને ઝડપાયા, પોલીસે 4 દિવસ CCTV તપાસ બાદ ભેદ ઉકેલ્યો

    12 hours ago

    સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ટ્રક ચોરીના ગુનામાં પોલીસે આંતરરાજ્ય કનેક્શન ધરાવતા 2 રીઢા આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓની ગુનો આચરવાની પદ્ધતિ અત્યંત શાતિર હતી, તેઓ દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં રેકી કરતા અને લાંબા સમય સુધી એક જગ્યાએ પાર્ક રહેલા વાહનોની તક જોઈ ચોરી કરી લેતા હતા. ચોરી કર્યાં બાદ વાહનને તાત્કાલિક અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેના પર ખોટી નંબર પ્લેટ લગાવી દેતા જેથી કોઈને શંકા ન પડે. ત્યારબાદ ઓક્સિજન-ગેસ કટરથી વાહનનું કટિંગ કરી તેના અલગ-અલગ પાર્ટ્સ છૂટા પાડી ભંગારમાં વેચી આર્થિક લાભ મેળવતા હતા. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર મુજ્જમ્મીલ ખાન મોઇનુદ્દીન ખાન (ઉંમર 30 વર્ષ, ધંધો ડ્રાઈવિંગ, રહે. દસ્તાન ફાટક, બારડોલી, મૂળ ઉત્તર પ્રદેશ) અને તેનો સાથીદાર અઝહર સફીક શેખ (ઉંમર 19 વર્ષ, ધંધો ભંગારની મજૂરી, રહે. ક્રિષ્ના વિલા સોસાયટી, દસ્તાન ગામ, પલસાણા) સામેલ છે. 4 દિવસ સુધી CCTV ફૂટેજથી આરોપીઓનું મળ્યું પગેરું ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીનો ગુનો નોંધાયા બાદ પોલીસ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સતત 4 દિવસ સુધી શહેર અને હાઈવેના વિવિધ માર્ગોના CCTV ફૂટેજની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે પોલીસે પલસાણા તાલુકાના દસ્તાન ગામ સ્થિત વિનાયક વિલા સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. પોલીસ ટીમે સફળ છાપો મારીને ચોરીમાં સંડોવાયેલા બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગેસ કટર, ચોરેલા ટ્રકનું ભંગાર અને 5 નકલી નંબર પ્લેટ જપ્ત પોલીસ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 15,35,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. જેમાં ચોરીમાં ગયેલી ટ્રક (નં. GJ-05-CU-1625) નું કટિંગ કરેલું ભંગાર કિંમત 6,00,000, ગુનામાં ઉપયોગમાં લેવાયેલો ટાટા કંપનીનો ટ્રક ટેમ્પો (નં. GJ-07-Z-6397) કિંમત 4,00,000, એક 4 વ્હીલ કાર (નં. GJ-14-BA-3354) કિંમત 5,00,000, વાહનો કાપવા વપરાતા ગેસ કટર સાથેના 2 ઓક્સિજન બાટલા (કિ. 5,000), 2 એલપીજી ગેસ સિલિન્ડર (કિ. 5,000), 2 મોબાઇલ ફોન (કિ. 25,000) અને ગુના છુપાવવા રાખેલી 5 અલગ-અલગ નંબર પ્લેટો જપ્ત કરવામાં આવી છે. અન્ય વાહન ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા આ ગેંગમાં 30 વર્ષીય મુજ્જમ્મીલ ખાન વ્યવસાયે ડ્રાઇવર હોવાથી વાહનો ચલાવીને લઈ જવામાં સક્ષમ હતો અને 19 વર્ષીય અઝહર ભંગારનું કામ કરતો હોવાથી કટિંગ તેમજ સ્ક્રેપ નિકાલની વ્યવસ્થા સંભાળતો હતો. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ આ ટોળકીએ અગાઉ કેટલાં ભારે વાહનો ચોરીને કાપી નાખ્યા છે તે દિશામાં ઇચ્છાપોર પોલીસે તપાસ તેજ કરી છે. ચોરી કરેલા વાહનોના પાર્ટ્સ કયા સ્ક્રેપ વેપારીઓને વેચવામાં આવતા હતા તે અંગે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી વધુ વિગતો મેળવવા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ ગુજરાતમાં ડ્રગ્સ સામે પોલીસનો સપાટો:વલસાડ બાદ નવસારીમાં પણ પેડલર્સ પર સકંજો કડક, દિવાળીને ધ્યાનમાં રાખીને 500થી વધુ જૂના ગુનેગારોની તપાસ
    Next Article
    અમદાવાદના નિકોલમાં UV Club દ્વારા નવરાત્રિ મહોત્સવ:શરદપૂર્ણિમાના દિવસે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment