Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિગરેટના બંધાણીનો આતંક, CCTV:પાનના ગલ્લા પરથી 15 હજારની સિગરેટ ચોરી, તોડફોડ કરી કચરા પેટીના ઘા કર્યા

    23 hours ago

    ઉત્રાણમાં સિગારેટની લત ધરાવતા યુવકે ભારે આતંક મચાવ્યો હતો. વિસ્તારમાં આવેલી પ્રખ્યાત 'ભગતની ચા' નામની દુકાનને નિશાન બનાવવામાં આવી હતી. વ્યસનના રવાડે ચડેલા એક સ્થાનિક યુવકે દુકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી હંગામો મચાવ્યો હતો અને હજારો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિવસમાં ચોરી અને રાત્રે તોડફોડ: કચરાપેટીઓ હવામાં ફંગોળી આરોપીની હિંમત એટલી વધી ગઈ હતી કે તેણે દિવસ અને રાત બંને સમયે દુકાનદાર અને તેના સ્ટાફને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી સૂર્યદીપ ઉર્ફે સૂર્યાભાઈ ભરતભાઈ વિરડીયા નામના યુવકે 15 જુલાઈથી 16 જુલાઈ 2026 દરમિયાન આ આતંક મચાવ્યો હતો. તે પહેલા દુકાનમાં ઘૂસ્યો હતો અને ત્યાં હાજર નિર્દોષ કારીગરને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, રાત્રિના સમયે જ્યારે દુકાન બંધ હતી, ત્યારે તેણે બહાર આવીને દુકાનની બહાર મુકેલી મોટી કચરાપેટીઓ હવામાં ફંગોળી તોડફોડ કરી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. બ્રાન્ડેડ સિગારેટના 65 પેકેટની ચોરી નશાની લતમાં અંધ બનેલા સૂર્યાએ દુકાનની અંદર રાખેલી કેબિનને નિશાન બનાવી હતી. તેણે કેબિનમાં તોડફોડ કરીને કાઉન્ટરની અંદર રાખેલા વિવિધ જાણીતી બ્રાન્ડના સિગારેટના પેકેટો પર હાથ સાફ કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ આરોપી કેબિનમાંથી અંદાજે 65 જેટલા મોંઘા સિગારેટના પેકેટો ચોરી ગયો હતો. દુકાન માલિકના જણાવ્યા અનુસાર, આ ચોરી થયેલી સિગારેટની અંદાજિત બજાર કિંમત 15,000 જેટલી થવા જાય છે. માલસામાનની ચોરી કર્યા બાદ આરોપી બિન્દાસ્ત રીતે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. દુકાન સંચાલક અભિષેક માંગુકિયાએ નોંધાવી ફરિયાદ આ ચકચારી ઘટનાને પગલે 'ભગતની ચા' દુકાનના સંચાલક અભિષેક અશોકકુમાર માંગુકિયાએ તુરંત જ સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પોતાના સ્ટાફની સુરક્ષા અને થયેલા આર્થિક નુકસાન અંગે ઉત્રાણ પોલીસ મથકમાં સૂર્યદીપ ઉર્ફે સૂર્યા વિરડીયા વિરુદ્ધ વિધિવત નામજોગ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની સાથે જ સંચાલકે દુકાનની અંદર અને બહાર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસને પુરાવા તરીકે સોંપ્યા છે, જેમાં આરોપી સ્પષ્ટપણે ચોરી અને તોડફોડ કરતો નજરે પડી રહ્યો છે. ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો વેપારીની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે ગુનાહિત પ્રવેશ, ચોરી, તોડફોડ અને ધમકી આપવા બદલ આકરા કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સ્થાનિક વિસ્તારમાં આ પ્રકારે આતંક મચાવનાર તત્વો સામે કડક પગલાં લેવા માટે વેપારી મંડળો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી સૂર્યાના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે અને તેને ટૂંક સમયમાં જ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે તેવો દાવો કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભારતનું પહેલું ખાનગી ઓર્બિટલ રોકેટ લોન્ચિંગ સફળ:લો અર્થ ઓર્બિટમાં પહોંચ્યું 'વિક્રમ-1'; ભારત ખાનગી ઓર્બિટલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ બન્યો
    Next Article
    આતંકીઓ ઝડપાયા બાદ ગુજરાત પોલીસ એલર્ટ:તમામ CP, SPને સતર્ક રહેવા ગૃહ વિભાગની સૂચના, ભાડુઆત અને ઘરઘાટીની નોંધણી ન કરાવનાર સામે થશે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment