Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આતંકીઓ ઝડપાયા બાદ ગુજરાત પોલીસ એલર્ટ:તમામ CP, SPને સતર્ક રહેવા ગૃહ વિભાગની સૂચના, ભાડુઆત અને ઘરઘાટીની નોંધણી ન કરાવનાર સામે થશે કાર્યવાહી

    1 day ago

    પાલનપુર અને સિદ્ધપુર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાત ATS દ્વારા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરી છેલ્લા 15 દિવસમાં 13 આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ માટે કામ કરતા આ આતંકીઓ ઝડપાતા રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ ભાડે આપેલા મકાન, દુકાન તેમજ ઘરઘાટીની ફરજિયાત પોલીસ નોંધણી ન કરાવનાર મકાન માલિકો સામે પણ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તમામ પોલીસ કમિશનરો, SPને સતર્ક રહેવા સૂચના ગુજરાત ATS દ્વારા રથયાત્રા દરમિયાન ચલાવવામાં આવેલી કાર્યવાહી દરમિયાન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 13 આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ રાજ્યના વિવિધ શહેરોમાં રહેતા હોવાની તેમજ દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે અન્ય લોકોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરતા હોવાની વિગતો સામે આવી રહી છે. સમગ્ર મામલે ATS દ્વારા વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્યના ગૃહ વિભાગે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને સતર્ક રહેવા સૂચના આપી છે. પરિણામે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ભાડુઆત, ઘરઘાટીની પોલીસમાં નોંધણી કરાવવી ફરજિયાત બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો, ભીડભાડવાળા વિસ્તારો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને મકાન માલિકોને અપીલ કરી છે કે પોલીસે ભાડુઆત અથવા ઘરઘાટીને રાખતા પહેલા તેમની ઓળખની ચકાસણી કરાવી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધણી કરાવવી ફરજિયાત છે. ગૃહ વિભાગના પરિપત્ર અને પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ આ પ્રક્રિયાનું પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. શંકાસ્પદ પ્રવૃતિ કે વ્યક્તિની પોલીસને જાણ કરવી સ્થાનિક પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નોંધણી વિના રહેતા ભાડુઆતો, શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ ઓળખપત્ર વગર રહેતા લોકોને લઈને ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, આગામી દિવસોમાં આ પ્રકારની ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે. રથયાત્રા બાદ આવનારા રાષ્ટ્રીય પર્વ અને અન્ય મહત્વના પ્રસંગોને ધ્યાનમાં રાખી રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. પોલીસ તંત્રે નાગરિકોને પણ અપીલ કરી છે કે, કોઈ શંકાસ્પદ વ્યક્તિ, વસ્તુ કે પ્રવૃત્તિ અંગે તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા ઇમરજન્સી નંબર પર જાણ કરે, જેથી સમયસર જરૂરી કાર્યવાહી થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    સિગરેટના બંધાણીનો આતંક, CCTV:પાનના ગલ્લા પરથી 15 હજારની સિગરેટ ચોરી, તોડફોડ કરી કચરા પેટીના ઘા કર્યા
    Next Article
    Skyroot's Vikram-1 Launch Live Updates: "Grand Success", Says Skyroot As Vikram-1 Successfully Releases Payload In Space

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment