Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના ડારી ટોલબૂથ પર ફાસ્ટેગ મુદ્દે ઝઘડો, CCTV:મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને ટોલ સ્ટાફ સામસામે, ભારે હોબાળો અને મારામારી, 12 કર્મચારીઓની અટકાયત

    3 days ago

    વેરાવળ નજીક જૂનાગઢ હાઇવે પર આવેલા ડારી ટોલબૂથ ખાતે રવિવારે બપોરે આશરે 3 વાગ્યાના સુમારે ભારે હોબાળો અને મારામારીની ઘટના સામે આવી છે. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપન દવે અને ટોલબૂથના કર્મચારીઓ વચ્ચે કારનું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તપન દવેની કારનું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ દર્શાવતું હતું પ્રાપ્ત માહિતી મુજબ, તપન દવે પોતાની કાર લઈને ટોલબૂથ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહનનું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવાનું સ્ક્રીન પર દર્શાવતું હતું. આથી ટોલકર્મચારીઓએ વાહનને આગળ જવા દેવાનો ઇનકાર કરીને રોક્યું હતું. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે દલીલો શરૂ થઈ હતી અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. થોડી જ વારમાં વાતાવરણ તંગ બની જતાં બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી અને મારામારીના દૃશ્યો સર્જાયા હતા. નાયબ દંડક અને ધારાસભ્ય મધ્યસ્થી કરવા પહોંચ્યા ઘટનાના થોડા સમય બાદ ત્યાંથી પસાર થઈ રહેલા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને સોમનાથના ધારાસભ્ય જગદીશ મકવાણાને આ અંગે જાણ થતાં તેઓ તુરંત ડારી ટોલબૂથ પર પહોંચ્યા હતા. તેમણે બંને પક્ષોને શાંત પાડવાનો પ્રયાસ કરીને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે 12 કર્મચારીઓને રાઉન્ડ અપ કર્યા તપન દવે દ્વારા પોલીસ સમક્ષ નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 12 જેટલા ટોલબૂથ કર્મચારીઓને પૂછપરછ માટે રાઉન્ડ અપ કર્યા છે. બંને પક્ષોના સામસામે આક્ષેપો ટોલબૂથના મેનેજર દેવેન્દ્રસિંહ પરિહારે ભાજપ નેતા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ તપન દવે દ્વારા પણ ટોલ સ્ટાફ સાથે અત્યંત ઉગ્ર વર્તન કરીને બબાલ શરૂ કરવામાં આવી હતી. ટોલ મેનેજમેન્ટ દ્વારા પણ કર્મચારીઓ તરફથી અલગ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલમાં બંને પક્ષો પોતાની દલીલો રજૂ કરી રહ્યા હોવાથી સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે. પોલીસે ટોલબૂથ પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માત:કરીયાણા ગામ નજીક લગ્ઝરી બસ પલટી, 5 રાહત-બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
    Next Article
    વાંકલ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત:રસ્તો ક્રોસ કરી રહેલી ઓમની કાર સાથે બાઇક અથડાતા યુવકનું મોત, ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment