Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકલ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત:રસ્તો ક્રોસ કરી રહેલી ઓમની કાર સાથે બાઇક અથડાતા યુવકનું મોત, ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

    3 days ago

    વલસાડના વાંકલ ગામ નજીક બાબા પેટ્રોલ પંપ પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મારૂતિ ઓમની કાર અને કેટીએમ ડ્યુક બાઇક વચ્ચે થયેલી અથડામણમાં બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માત વાંકલ ગામ નજીક બાબા પેટ્રોલ પંપ પાસે થયો હતો. તેમાં GJ15AD5846 નંબરની મારૂતિ ઓમની કાર અને GJ15EP7761 નંબરની કેટીએમ ડ્યુક બાઇક સામસામે અથડાયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, રસ્તો ક્રોસ કરી રહેલી ઓમની કાર સાથે બાઇક અથડાતા આ ઘટના બની હતી. અકસ્માતમાં બાઇક ચાલક 19 વર્ષીય શિવમ બિકેશ પટેલ અને પાછળ બેઠેલો 17 વર્ષીય તન્મય દિનેશ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન બાઇક ચાલક શિવમ બિકેશ પટેલનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પરિવારજનોનો સંપર્ક કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. આ અકસ્માત નજીકમાં આવેલી દુકાનના CCTV કેમેરામાં પણ કેદ થયો હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના ડારી ટોલબૂથ પર ફાસ્ટેગ મુદ્દે ઝઘડો, CCTV:મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને ટોલ સ્ટાફ સામસામે, ભારે હોબાળો અને મારામારી, 12 કર્મચારીઓની અટકાયત
    Next Article
    'નશાવાળો પ્રસાદ' આપી ભુવાએ યુવતી પર દુષ્કર્મ આચર્યું:માતાજીના આશીર્વાદ લેવા માટે સુરતની હોટલમાં બોલાવી હતી, અવનવી રિલ્સ બનાવી લોકોને આકર્ષતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment