Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ ખૂટતા મિત્રના મોપેડે ધક્કો મારતા સગીર ઢળી પડ્યો, CCTV:ધોરણ-10ના વિદ્યાર્થીનું હાર્ટ 30 ટકા જ કામ કરતું, ત્રણ ભાઈઓના પરિવારમાં એક માત્ર સંતાન હતું

    20 hours ago

    રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધોરણ-10માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થી પૂર્વ દિવ્યેશભાઈ મહાલીયાનું હૃદયરોગના હુમલાથી કરુણ નિધન થયું છે. ટ્યુશનથી ઘરે પરત ફરતી વખતે મિત્રના મોપેડમાં પેટ્રોલ ખૂટી જતાં પૂર્વ તેને ધક્કો મારીને આગળ વધવામાં મદદ કરી રહ્યો હતો. અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને રસ્તા પર ઢળી પડ્યો પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ પોતાના મિત્ર સાથે ટ્યુશનથી ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન રસ્તામાં મિત્રના મોપેડમાં પેટ્રોલ ખૂટી ગયું હતું. જેથી પૂર્વ મોપેડને ધક્કો મારી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેને છાતીમાં દુખાવો થયો અને જોતજોતામાં તે રસ્તા પર ઢળી પડ્યો હતો. તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, તબીબે મૃત જાહેર કર્યો પૂર્વને રસ્તા પર ઢળી પડતા તેની સાથે રહેલા મિત્રો તેમજ આસપાસના લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે જેતપુર હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ પૂર્વ અચાનક રસ્તા પર ઢળી પડ્યો હોવાની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં પૂર્વ મિત્રના મોપેડને ધક્કો મારતો જોવા મળે છે અને ત્યારબાદ અચાનક રસ્તા પર પડી જતો સ્પષ્ટ દેખાય છે. પરિવારના જણાવ્યા મુજબ હૃદયની કામગીરી ઓછી હતી પરિવારજનોના જણાવ્યા મુજબ, પૂર્વનું હૃદય અગાઉથી માત્ર 30 ટકા જેટલું જ કાર્યરત હતું. જોકે, તેના મોતનું ચોક્કસ તબીબી કારણ અને અન્ય વિગતો અંગે તબીબી તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે. પૂર્વ ત્રણ ભાઈઓમાં એકમાત્ર સંતાન હતો. માત્ર 15 વર્ષની નાની ઉંમરે તેના અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે શોક છવાયો છે. આ ઘટનાને પગલે જેતપુર વિસ્તારમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    શહેરના ગાયનેકોલોજિસ્ટ દંપતીને આંતરરાષ્ટ્રીય સન્માન:બેંગકોકમાં ડો. મુકેશ બાવિશી અને ડો. વિદુલા બાવિશીને ગ્લોબલ એવોર્ડ એનાયત
    Next Article
    મોઢેરા રોડ પરના આઇકોનિક રોડની કામગીરી સમયે કોન્ટ્રાક્ટરની દાદાગીરી:ગટર લાઈન-ચેમ્બર તોડી પાડતાં બહુચર કૃપા સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment