Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોઢેરા રોડ પરના આઇકોનિક રોડની કામગીરી સમયે કોન્ટ્રાક્ટરની દાદાગીરી:ગટર લાઈન-ચેમ્બર તોડી પાડતાં બહુચર કૃપા સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ

    15 hours ago

    મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મોઢેરા રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં કોન્ટ્રાક્ટરની મનમાની અને અસભ્ય વર્તનને કારણે સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ વ્યાપી ગયો છે. મોડી રાત્રે કોન્ટ્રાક્ટરે સોસાયટીના હોદ્દેદારો કે રહીશોને જાણ કર્યા વિના બહુચર કૃપા સોસાયટીને જોડતી ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બર જેસીબી વડે તોડી પાડી હતી. આ તોડફોડના કારણે આગામી સમયમાં ચોમાસા દરમિયાન સોસાયટીમાં પાણી ભરાવાની અને પાણીનો નિકાલ ન થવાની કાયમી ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. કોન્ટ્રાક્ટરે રહીશો સાથે ગાળાગાળી-દાદાગીરી કર્યાનો આક્ષેપ સ્થાનિક વડીલો અને મહિલાઓએ વિરોધ નોંધાવતા કોન્ટ્રાક્ટરે અત્યંત શરમજનક અને અસભ્ય વર્તન કર્યું હતું. રહીશોએ આક્ષેપ કર્યો છે કે, અડધી રાત્રે કોન્ટ્રાક્ટરને પ્રશ્ન પૂછનારા ઉંમરલાયક રહીશો અને મહિલાઓ સાથે ગાળાગાળી અને દાદાગીરી કરી હતી. સ્થાનિક મહિલા કમળાબેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રમુખ અને વડીલો માત્ર પૂછવા ગયા હતા કે ચેમ્બર કેમ તોડી રહ્યા છો, ત્યારે કોન્ટ્રાક્ટરે ગેરવર્તણૂક કરી ગાંળો ભાંડી હતી. સોસાયટીની ઇન્ટરનલ વરસાદી પાણીની ચેમ્બર તોડી પાડી સ્થાનિક રહીશ રાકેશ પટેલે જણાવ્યું હતું કે, સોસાયટીની ઇન્ટરનલ વરસાદી પાણીની ચેમ્બર તોડી પાડવાથી સોસાયટીમાં ઉલટાનું ડબલ પાણી બેક મારશે. આ અંગે રજૂઆત કરવા જતાં કોન્ટ્રાક્ટરે મહિલાઓ અને વડીલો સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો, જે અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી ડિફોલ્ટ જાહેર કરવા માંગ આ સમગ્ર વિવાદની જાણ થતાં જ મહેસાણા મહાનગરપાલિકાના મેયર અને સ્થાનિક કોર્પોરેટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રહીશોને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. બહુચર કૃપા સોસાયટી સહિત સમગ્ર મોઢેરા રોડ વિસ્તારના રહીશોની માંગ છે કે સ્થાનિક લોકો સાથે ગાળાગાળી કરનાર અને મનસ્વી રીતે કામ કરનાર આવા બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક દંડાત્મક પગલાં લેવામાં આવે અથવા તેને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરી ડિફોલ્ટ જાહેર કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ ખૂટતા મિત્રના મોપેડે ધક્કો મારતા સગીર ઢળી પડ્યો, CCTV:ધોરણ-10ના વિદ્યાર્થીનું હાર્ટ 30 ટકા જ કામ કરતું, ત્રણ ભાઈઓના પરિવારમાં એક માત્ર સંતાન હતું
    Next Article
    Shoaib Akhtar Claims He Was Approached For Emraan Hashmi's Gangster, Salman Khan Film

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment