Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌણ સેવા પસંદગી મંડળે CCEની પ્રાથમિક પરીક્ષાના ગુણ જાહેર કર્યા:41 ઉમેદવારોનું પરિણામ અનામત, ગ્રુપ-A અને ગ્રુપ-Bની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્ત્વની જાહેરાત

    9 hours ago

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ગ્રુપ-A અને ગ્રુપ-Bની પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા છે. મંડળ દ્વારા 3 નવેમ્બર, 2026ના રોજ આ અંગેની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ દર્શાવતી બેઠક નંબર મુજબની યાદી (Annexure-A) જાહેર કરવામાં આવી છે. મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 378/2025 અંતર્ગત CCE ગ્રુપ-A અને ગ્રુપ-Bની પ્રાથમિક પરીક્ષા 19 જૂનથી 26 જૂન, 2026 દરમિયાન MCQ-CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવી હતી. પરીક્ષાની ફાઇનલ આન્સર કી મુજબ ઉમેદવારોને મળેલા ગુણની યાદી હવે જાહેર કરવામાં આવી છે. 41 ઉમેદવારોનાં પરિણામ અનામત આ જાહેરાતમાં મંડળે ખાસ નોંધ કરી છે કે યાદીમાં દર્શાવેલા 41 બેઠક નંબર ધરાવતા ઉમેદવારોનાં પરિણામ હાલ અનામત રાખવામાં આવ્યાં છે. એટલે કે આ ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા નથી. સંબંધિત ઉમેદવારોએ આ બાબતની નોંધ લેવા મંડળ દ્વારા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    'ગોલ્ડન ગર્લ' સરિતા ગાયકવાડ સાથે ₹69 લાખની છેતરપિંડી:રેતીના વેપારમાં 4 ટકા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું;વળતર કે મૂળ રકમ પરત ન મળતાં આહવા SOGમાં ફરિયાદ
    Next Article
    અમદાવાદ સહિત રાજ્યમાંથી પસાર થતી 6 સુપરફાસ્ટ ટ્રેનો એક્સપ્રેસ બનશે:જાન્યુઆરી 2027થી સ્લીપરથી લઈને ACના ટિકિટ ભાડામાં ₹15થી ₹75 સુધીનો ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment