Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ સહિત રાજ્યમાંથી પસાર થતી 6 સુપરફાસ્ટ ટ્રેનો એક્સપ્રેસ બનશે:જાન્યુઆરી 2027થી સ્લીપરથી લઈને ACના ટિકિટ ભાડામાં ₹15થી ₹75 સુધીનો ઘટાડો

    10 hours ago

    રેલવે પ્રશાસન દ્વારા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ તેમજ ગુજરાતમાંથી પસાર થતી 6 જેટલી સુપરફાસ્ટ ટ્રેનોને જાન્યુઆરી 2027થી સામાન્ય એક્સપ્રેસ કેટેગરીમાં પરિવર્તિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કેટેગરી બદલાવાના કારણે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતો વધારાનો સુપરફાસ્ટ સરચાર્જ નાબૂદ થઈ જશે, જેના સીધા પરિણામે પ્રવાસીઓને ટિકિટ દીઠ ₹15થી લઈને ₹75 સુધીનો આર્થિક ફાયદો થશે. આ સાથે જ આ તમામ ટ્રેનો પોતાના જૂના નંબરને બદલે નવા નંબરો સાથે પાટા પર દોડશે. સ્લીપરથી લઈને ફર્સ્ટ AC સુધીના તમામ વર્ગમાં ટિકિટ સસ્તી થશે ટ્રેનો સુપરફાસ્ટમાંથી સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં રૂપાંતરિત થતાં તમામ ક્લાસના મુસાફરોને રાહત મળશે. રેલવેના નિયમ મુજબ સુપરફાસ્ટ ચાર્જ હટી જતાં જનરલ અને સેકન્ડ સિટિંગ (2S) ની ટિકિટમાં ₹15નો ઘટાડો થશે. જ્યારે સ્લીપર ક્લાસના મુસાફરોને ટિકિટ દીઠ ₹30નો સીધો ફાયદો મળશે. એ જ રીતે પ્રીમિયમ ક્લાસમાં મુસાફરી કરનારાઓ માટે AC ચેર કાર (CC) અને થર્ડ એસી (3A) માં ટિકિટ દીઠ ₹45નો ઘટાડો કરાયો છે તેમજ સેકન્ડ એસી (2A) અને ફર્સ્ટ એસી (1A) ક્લાસમાં ટિકિટ દીઠ ₹75 જેટલો મોટો ઘટાડો નોંધાશે. જોધપુર-હડપસર એક્સપ્રેસ 3 જાન્યુઆરીથી નવા નંબર સાથે દોડશે આ ફેરફાર અંતર્ગત અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન થઈને મહારાષ્ટ્ર તરફ દોડતી ગાડી સંખ્યા 20495/ 20496 જોધપુર–હડપસર–જોધપુર દૈનિક સુપરફાસ્ટ એક્સપ્રેસ આગામી 3 જાન્યુઆરી, 2027થી સુપરફાસ્ટ કેટેગરીમાંથી મુક્ત થશે. આ ટ્રેન હવે નવા ગાડી નંબર 14809/14810 સાથે સામાન્ય એક્સપ્રેસ તરીકે સંચાલિત થશે અને મુસાફરોને ઘટાડેલા ભાડાનો લાભ મળશે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનાથી પશ્ચિમ રેલવે ક્ષેત્રની અન્ય 4 ટ્રેનોના નંબર અને ભાડાના દરોમાં પણ સત્તાવાર સુધારો અમલમાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગૌણ સેવા પસંદગી મંડળે CCEની પ્રાથમિક પરીક્ષાના ગુણ જાહેર કર્યા:41 ઉમેદવારોનું પરિણામ અનામત, ગ્રુપ-A અને ગ્રુપ-Bની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્ત્વની જાહેરાત
    Next Article
    દુબઈની કંપની હોવાનું જણાવી ઠગાઈ આચરી:ઓનલાઈન રોકાણની લાલચ આપી વેપારી પાસેથી 1.07 કરોડ રૂપિયા પડાવ્યા, શરૂઆતમાં 37 હજારનું વળતર ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ ખેલ પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment