Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈની કંપની હોવાનું જણાવી ઠગાઈ આચરી:ઓનલાઈન રોકાણની લાલચ આપી વેપારી પાસેથી 1.07 કરોડ રૂપિયા પડાવ્યા, શરૂઆતમાં 37 હજારનું વળતર ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ ખેલ પાડ્યો

    11 hours ago

    ઓનલાઈન પ્રોડક્ટને માત્ર રેટિંગ આપીને ઘરબેઠાં તગડો નફો કમાવવાની લાલચ કેટલી મોંઘી પડી શકે તેવો ચોકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યું છે. સાયબર ઠગોએ દુબઈની કંપની હોવાનું જણાવી એક વેપારીને વેબસાઈટ પર રોકાણ કરવાની લાલચ આપી હતી. શરૂઆતમાં રૂ.37 હજારથી વધુનું વળતર બેંક ખાતામાં જમા કરાવી વિશ્વાસ જીત્યા બાદ ધીમે ધીમે મોટી રકમનું રોકાણ કરાવ્યું હતું. વેપારીએ કુલ રૂ.1.07 કરોડથી વધુ જમા કરાવ્યા હતા, જ્યારે વેબસાઈટના વોલેટમાં રૂ.1.64 કરોડથી વધુનું બેલેન્સ બતાવી દેવામાં આવ્યું હતું. જોકે, પોતાની જમા રકમ અને કથિત નફો ઉપાડવાનો વારો આવ્યો ત્યારે ઠગોએ નવા-નવા બહાના કાઢી વધુ નાણાંની માગણી શરૂ કરતાં આખરે છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા 56 વર્ષીય આધેડ ડિજિટલ ટીમ નેટવર્ક નામથી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરનો વ્યવસાય કરે છે. ગત 4 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમણે એક વેબસાઈટના કસ્ટમર સર્વિસનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન નંબર પરથી વોટ્સએપ મારફતે સંપર્ક કરનાર શખ્સે આ દુબઈની કંપની હોવાનું જણાવી રોકાણ સામે સારું વળતર મળવાની લાલચ આપી હતી. ઠગોએ વેપારીને વિશ્વાસમાં લેવા માટે સૌપ્રથમ વેબસાઈટ પર ડેમો એકાઉન્ટ બનાવી આપ્યું હતું. તેમાં વોલેટમાં નાણાં જમા કરાવી અલગ-અલગ પ્રોડક્ટના ઓર્ડર કરી રેટિંગ આપવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ કામના બદલામાં નફો મળતો હોવાનું દર્શાવવામાં આવતું હતું. ત્યારબાદ એક નંબર પરથી પણ સંપર્ક કરી વેપારીનું એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં રૂ.37,038નો નફો બતાવી વિથડ્રો કરતાં ખરેખર આ રકમ બેંક ખાતામાં જમા થઈ હતી. જેથી વેપારીને આ ઓનલાઇન પ્લેટફોર્મ પર ભરોસો બેસી ગયો હતો. શરૂઆતમાં નાની રકમ ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ સાયબર ઠગોએ અસલી ખેલ શરૂ કર્યો હતો. અલગ-અલગ બહાનાં હેઠળ વેપારી પાસે તબક્કાવાર મોટી રકમ જમા કરાવવાનું શરૂ કર્યું હતું. વેપારીએ રૂ.1.07 કરોડ વેબસાઈટમાં રોકાણ પેટે જમા કરાવ્યા હતા. સામે વેબસાઈટના વોલેટમાં રૂ.1.64 કરોડ બેલેન્સ અને વળતર દર્શાવવામાં આવતું હતું. જોકે, આટલી મોટી રકમ જોઈ વેપારીએ નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે કસ્ટમર કેર તરફથી ક્યારેક એક તો ક્યારેક બીજું બહાનું કાઢીને વધુ નાણાં જમા કરાવવાની માગણી કરવામાં આવી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વેપારીએ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ સહિત રાજ્યમાંથી પસાર થતી 6 સુપરફાસ્ટ ટ્રેનો એક્સપ્રેસ બનશે:જાન્યુઆરી 2027થી સ્લીપરથી લઈને ACના ટિકિટ ભાડામાં ₹15થી ₹75 સુધીનો ઘટાડો
    Next Article
    ગોધરામાં બે માર્ગ અકસ્માતમાં એકનું મોત, એકને ઇજા:શહેરા હાઇવે પર કારની ટક્કરે બાઇકચાલક ઘાયલ; દાહોદ રોડ પર બાઇકની ટક્કરે 37 વર્ષીય યુવકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment