Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગોલ્ડન ગર્લ' સરિતા ગાયકવાડ સાથે ₹69 લાખની છેતરપિંડી:રેતીના વેપારમાં 4 ટકા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું;વળતર કે મૂળ રકમ પરત ન મળતાં આહવા SOGમાં ફરિયાદ

    8 hours ago

    એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર અને ‘ગોલ્ડન ગર્લ’ તરીકે જાણીતી સરિતા ગાયકવાડ સાથે ₹69 લાખથી વધુની કથિત નાણાકીય છેતરપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. રેતીના વેપારમાં રોકાણ કરાવીને દર મહિને 4 ટકા જેટલો નફો આપવાની લાલચ આપવામાં આવી હતી. આ અંગે તેમણે આહવા એસઓજી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. 4 ટકા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું ફરિયાદ મુજબ નિતિન ભારતી નામના શખ્સે સરિતા ગાયકવાડને રેતીના વેપારમાં પૈસા રોકવાની સલાહ આપી હતી અને રોકાણ પર દર મહિને 4 ટકા જેટલું ઊંચું વળતર આપવાની ખાતરી આપી હતી. આ વાત પર વિશ્વાસ રાખીને સરિતા ગાયકવાડે અલગ-અલગ સમયે મોટી રકમનું રોકાણ કર્યું હતું. નાણાં પરત ન મળતાં આહવા SOGમાં ફરિયાદ સમય જતાં નક્કી કરાયા મુજબનું વળતર મળ્યું નહોતું અને રોકાણ કરેલી મૂળ રકમ પણ પરત કરવામાં આવી નહોતી. આમ કુલ ₹69 લાખથી વધુની રકમની છેતરપિંડી થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. નાણાં પરત મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં આખરે તેમણે પોલીસના શરણે જઈ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ તપાસ અને નાગરિકોને અપીલ આહવા એસઓજી પોલીસે ફરિયાદના આધારે નાણાકીય લેવડદેવડ, રોકાણના દસ્તાવેજો અને બેંક વ્યવહારોના પુરાવાની ચકાસણી હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે. ડાંગ પોલીસે નાગરિકોને ઊંચા વળતરની લાલચમાં આવીને રોકાણ કરતાં પહેલાં યોજનાની યોગ્ય ખરાઈ કરવા અને પુરાવા વિના વ્યવહાર ન કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી, ફોર્મ-6 ભરો:ચૂંટણી પંચે કહ્યું- કેસ નહીં થાય, ફરીથી જોડાવો; SIRમાં 30 રાજ્યોનાં 13 કરોડ નામ કપાયાં
    Next Article
    ગૌણ સેવા પસંદગી મંડળે CCEની પ્રાથમિક પરીક્ષાના ગુણ જાહેર કર્યા:41 ઉમેદવારોનું પરિણામ અનામત, ગ્રુપ-A અને ગ્રુપ-Bની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્ત્વની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment