Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીબીએસઈનું અભિયાન:હવે CBSE સ્કૂલની 500 મીટર ત્રિજ્યા ‘ડ્રગ્સ ફ્રી ઝોન’, કેમ્પસની બહાર યલો લાઇન દોરવી પડશે

    12 hours ago

    કેન્દ્રના શિક્ષણ મંત્રાલયના ‘નશામુક્ત વિદ્યાલય અભિયાન’ હેઠળ સીબીએસઈએ તમામ સ્કૂલોને કેમ્પસની આસપાસ 500 મીટર વિસ્તારને સંપૂર્ણ ‘ડ્રગ ફ્રી ઝોન’ જાહેર કરવા આદેશ આપ્યો છે. સીબીએસઈએ જણાવ્યું છે કે, દેશમાં રોજ 5500થી વધુ બાળકો તમાકુ કે નશાની શરૂઆત કરે છે અને 70 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલ નજીકના ગલ્લા પરથી જ સિગારેટ ખરીદતા હોય છે. માર્ચ 2029 સુધીમાં સ્કૂલોને 100 ટકા નશામુક્ત બનાવવા કેન્દ્રે ખાસ પોર્ટલ શરૂ કર્યું છે, જેના પર સ્કૂલોએ સેલ્ફ-ઇવેલ્યુએશન કરવું પડશે. સ્કૂલોનું રેન્ડમ ફિઝિકલ વેરિફિકેશન પણ થશે. બોપલની તુલીપ સ્કૂલના સંચાલક તેજસ શ્રીધરે જણાવ્યું કે, સ્કૂલની આસપાસ આ પ્રકારનું કોઇપણ વેચાણ થતું હશે તો અમે ચોક્કસથી પોલીસ અને કોર્પોરેશનને જાણ કરીશું. ભાસ્કર ઇનસાઇટ - શહેરની 83% સ્કૂલોના 100 મીટરમાં નશાકારક વસ્તુઓનું વેચાણ આઈઆઈએમ-અમદાવાદના રિસર્ચરે અમદાવાદની સ્કૂલો પર એક સરવે કરેલો છે, જેમાં બહાર આવ્યું છે કે, શહેરની 83 ટકા સ્કૂલોના 100 મીટરના વિસ્તારમાં જ નશાકારક વસ્તુઓનું વેચાણ થાય છે. આ પહેલા 2013માં પણ શહેરની સ્કૂલોની આસપાસ તમાકુના વેચાણ પર સરવે કરાયો હતો, પરંતુ ત્યાર બાદ 2024ના સરવેમાં કોઈ ફેરફાર થયો નથી. રિસર્ચર એજાઝુદ્દીન શેખના જણાવ્યાનુસાર, અમે 2024માં કરેલા સરવે મુજબ 83 ટકા સ્કૂલોની આસપાસ તમાકુ વેચાય છે. તમાકુ વેચતી દુકાનોમાં 75 ટકા ગલ્લા છે. જ્યારે 25 ટકા જેટલી દુકાનોમાં કરિયાણા કે અન્ય ચીજવસ્તુના વેચાણની સાથે તમાકુ વેચાઈ રહ્યાં છે. આ તમામ દુકાનો સ્કૂલની આસપાસ ચાલે છે. સ્કૂલે આ નિયમો પાળવા પડશે, નિયમભંગ બદલ સીધી પોલીસ ફરિયાદ થશે
    Click here to Read More
    Previous Article
    નરોડાપાટિયા બ્રિજ મુદ્દે કમિટી ચેરમેને અધિકારીઓનો ખુલાસો માગ્યો:બ્રિજની ડિઝાઇન તૈયાર ન હતી છતાં ટેન્ડર આપી દેવાયું, દોઢ વર્ષનો વિલંબ
    Next Article
    મિલકતોને હેરિટેજ યાદીમાં ઉમેરવા લોકોના અભિપ્રાય મગાવાશે:કોટ બહારની 382 ઇમારત હેરિટેજ બનશે, ટૂંક સમયમાં જાહેરાત કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment